Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થિત પટેલ સમાજની વાડીનાં પ્રાંગણમાં ગતરોજ સાંજે ગુજરાત કક્ષાનો ફેશન શો યોજાયો.

Share

અંકલેશ્વર ખાતે ગતરોજ સાંજે નાઈન કલર્સ ઇવેન્ટ કંપનીના નેજા હેઠળ ગુજરાત ટોપ મોડેલ ફેશન શો નું આયોજન હાથ ધરાયું હતું, જેમાં રાજ્યભરના વિવિધ જિલ્લાના વિજેતા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મિસ્ટર, મિસીસ, મિસ તેમજ કિડસ એમ અલગ અલગ કેટેગરીના સ્પર્ધકોએ ફાઇનલ શોમાં ભાગ લીધો હતો. આ ફેશન શોમાં નિર્ણાયકો તરીકે પૂર્વ મિસ ઈન્ડિયા ઉન્નતિ પરમાર, મિસ્ટર ઇન્ડિયા રજત ખત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફેશન શોનાં આયોજકો શ્યામ પટેલ તેમજ કાશ્મિરા ઝાલાવાડીયા સહિત અન્ય મહાનુભાવોએ દીપ પ્રગટાવી ફેશન શોનો પ્રારંભ કર્યો હતો. અંતે વિજેતા મોડેલોને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

Advertisement

Share

Related posts

દશેરા પર્વનું કાઉન્ટ ડાઉન – અંકલેશ્વર ONGC ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની તૈયારીઓ પૂર જોશમાં

ProudOfGujarat

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat

ગુજરાતના નેટ ઝીરો વિઝનમાં પ્રગતિઃ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને ડેનિશ ઇન્ડસ્ટ્રીએ કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડિકાર્બોનાઇઝ કરવા માટેની રૂપરેખા રજૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!