Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : ઇસરી પોલીસે લકઝુરિયસ કારમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની 60 બોટલ ઝડપી, બુટલેગરની પોલીસને હાથતાળી

Share

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ધંધામાં મબલખ કમાણીના પગલે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવવાની સાથે લકઝુરિયસ કાર મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ઇસરી પોલીસે પંચાલ ગામ નજીક સ્કોડા કારમાંથી 73 હજારની વિદેશી દારૂની મોંઘીદાટ 60 બોટલ ઝડપી પાડી ફરાર કાર ચાલક બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઇસરી પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ માર્ગો પર પેટ્રોલિંગ હાથ ધરતા પંચાલ ગામ તરફ જતા મરૂન કલરની સ્કોડા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની પંચાલ નજીક નાકાબંધી કરતા બુટલેગર નાકાબંધી જોઈ રોડ પર કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 60 બોટલ કીં.રૂ.73200/- અને કાર મળી કુલ.રૂ.4.73 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂ ઘૂસાડવાનો સિલસિલો જોવા મળતો હોય છે જેમાંથી કેટલીક ગાડીઓ પોલિસ પકડી પાડે છે તો મોટાભાગની ગાડી પસાર થવામાં સફળતા મેળવા છે. મંગળવારે રાજકોટમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રક ભરેલ દારૂ પકડી પાડ્યો હતો.


Share

Related posts

યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી

ProudOfGujarat

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝાટકો, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામુ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ને. હા. 48 પર આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!