Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી જિલ્લામાં હવે One Nation, One Challan લાગુ, 90 દિવસમાં મેમો નહીં ભરો તો કોર્ટમાં જવુ પડશે

Share

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કેમેરા લગાવેલા છે, જેના થકી ગુનાઓને ડિટેક્ટ તો થાય છે સાથે સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પણ દંડ કરવાની કાર્યવાહી થાય છે. હવે અરવલ્લી જિલ્લામાં વન નેશન, વન ચલણ લાગૂ થઈ ગઈ છે, જેથી હવે ટ્રાફિકનો નિયમ નહીં પાળનાર વાહન ચાલકો સામે ચલણ ઈશ્યુ થશે.

મોડાસા શહેરમાં લાગેલા 138 કેમેરા થકી વાહન ચાલકો પર હવે પોલિસની નજર રહેશે, જેમાં બાઈક પર ટ્રીપલ સવારી, હેલ્મેટ વિના બાઈક ચલાવવી, કાર અને બાઈક બંન્નેમાં મોબાઈલ પર વાત કરતા વાહન હંકારવું, સીટ બેલ્ટ, ફેંન્સી નંબર પ્લેટ, રોંગ સાઈડ જવું, ડાર્ક ફિલ્મ જેવી બાબતોને આવરી લેવામાં આવશે.

Advertisement

ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલ છે જેના આધારે પોલીસ દ્વારા કેમેરાનું મોનીટરીંગ કરી ટ્રાફીક નિયમનો ભંગ કરતા લોકોને ઇ–મેમો (ઇ-ચલણ) તા.15/02/2020 થી અરવલ્લી, મોડાસા વિસ્તારમાં લગાવવામાં આવેલ કેમેરાથી આપવામાં આવી રહેલ છે. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઇ-ચલણને One Nation One Challan (ONOc) સીસ્ટમથી ઇ-ચલણ જારી કરવાની કામગીરી તા.13/06/2023 થી ચાલુ થઈ ગઈ છે, જેથી અત્રેના જિલ્લામાં One Nation One Challan (ONOC) સીસ્ટમથી ઇ-ચલણ જનરેટ કરવાની શરૂઆત કરવામાં આવ્યા. જેમાં નીચે મુજબની કાર્યવાહી થનાર છે.

ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ જનરેટ થયેલ વાહન માલિકને મોબાઇલ નંબર પર SMડ થી જાણ થશે.

ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણના દંડના નાણા વાહન માલિક ઓનલાઇન કે ઓફલાઇન ભરી શકશે.

ઓનલાઇન: https://echallan.parivahan.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન (નેટ બેન્કીંગ / ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / UPI) વગેરેથી ભરી શકાશે.

ઓફલાઇન નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર), પોલીસ અધિક્ષકની કચેરી સેવા સદન પરિસર અરવલ્લી,મોડાસા ખાતે રોકડથી ભરી શકાશે.

ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણનો દંડ 90 દિવસમાં ભરવાનો રહેશે. 90 દિવસમાં દંડ નહીં ભરનાર વાહન માલિકનું ઇ-ચલણ આપમેળે Virtual court માં આગળની કાર્યવાહી માટે જતું રહેશે. ત્યારબાદ કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો આવું થાય તો વાહન ટ્રાન્સ્ફર કરવવા જેવી કામગીરીમાં અડચણ પણ આવી શકે છે.

ઇ-ચલણનો દંડ ભરવાનો બાકી હશે તો RTO કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશનની કામગીરી થઇ શકશે નહીં.


Share

Related posts

રેપ વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

ઝઘડીયા સેવા રૂરલમાં સી.એસ.એસ.ડી મશીન અને ટેકનીકલ વર્કશોપનું ઉદ્ઘાટન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!