Proud of Gujarat
FeaturedINDIA

બેંગલોર : બસવરાજ બોમ્મઈ કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બન્યા: રાજ ભવનમાં લીધા સીએમ પદના શપથ

Share

કર્ણાટકમાં ભાજપ વિધાયક દળના નવા ચૂંટાઈ આવેલા નેતા બસવરાજ બોમ્મઈએ આજે રાજ્યના 23માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ બાદ બસવરાજ બોમ્મઈ વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેની પહેલી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

બોમ્મઈએ કહ્યું કે મે રાજ્યપાલને વિધાયક દળના નેતા તરીકે મારી પસંદગ અંગે જણાવ્યુ. તેમણે મને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. રાજ્યપાલ કાર્યાલય મુજબ શપથ ગ્રહણ સમારોહ રાજ ભવનના ગ્લાસ હાઉસમાં થયો. આ સાથે જ બોમ્મઈનું એકલાનું જ શપથગ્રહણ થયું. અન્ય કોઈ મંત્રીનો શપથ ગ્રહણ થયો નહીં. કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ બસવરાજ એસ બોમ્મઈને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા. કેન્દ્રીય પર્યવેક્ષકોના નેતૃત્વમાં મંગળવારે બેંગલુરુમાં ભાજપ વિધાયક દળની બેઠક થઈ હતી

Advertisement

જેમાં તેમના નામ પર મહોર લાગી હતી. અત્રે જણાવવાનું કે બસવરાજ બોમ્મઈએ પોતાની રાજનીતિની શરૂઆત જનતાદળથી કરી હતી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બન્યા. તેઓ બીએસ યેદિયુરપ્પાની નીકટના ગણાય છે. આ જ કારણ છે કે તેમને મુખ્યમંત્રી પદની રેસમાં ફાયદો મળ્યો અને તેમના નામની પસંદગી થઈ. બીએસ યેદિયુરપ્પાની જેમ બસવરાજ બોમ્મઈ પણ લિંગાયત સમુદાયથી આવે છે. તેમના પિતા એસ.આર.બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બસવરાજ બોમ્મઈ કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બન્યા.

કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઇ યેદિયુરપ્પાના પ્રિય અને તેમના શિષ્ય છે. જો સૂત્રોનું માનીએ તો યેદિયુરપ્પાએ રાજીનામું આપતાં પહેલાં જ બોમ્મઈનું નામ ભાજપ હાઇકમાન્ડને સૂચવ્યું હતું. હકીકતમાં લિંગાયત સમુદાયના મઠાધિકારીઓ સાથેની મીટિંગમાં યેદિયુરપ્પાએ પોતાની તરફથી જ આ નામ એ બધા વચ્ચે રાખ્યું હતું.

કર્ણાટકના પ્રખ્યાત લિંગેશ્વરા મંદિરના મઠાધિકાર શરન બાસવલિંગે કહ્યું હતું કે જો યેદિયુરપ્પા એક ઈશારો જ કર્યો હોત તો આખો સમુદાય તેમના માટે ભાજપ સામે આવ્યો હોત. ચૂંટણીમાં ભાજપને પછડાટ ખાવી પડત, પરંતુ યેદિયુરપ્પાએ પોતે બસવરાજ બોમ્મઇને ટેકો આપ્યો હતો. લિંગાયત સમુદાયના હોવાથી તમામ મઠાધિપતિઓ ઝડપથી તેના નામ પર સહમત થઈ ગયા.


Share

Related posts

ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગ.

ProudOfGujarat

વાગરા તાલુકાનાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની શ્યામ ટાયર કંપનીના કોન્ટ્રાકટ કર્મીઓને છૂટા કરી દેવાતા હોબાળો મચાવ્યો

ProudOfGujarat

ભરૂચ : નબીપુર કુમાર શાળા અને કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!