Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના નવા સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં નહેર પાસે કુખ્યાત બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઈ પટેલ સેન્ટ્રો કારમાં લાવી વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલ.સી.બી પોલીસે દરોડો પાડતા કુખ્યાત બુટલેગર પોલીસેને જોઈને ફરાર થઇ ગયો હતો.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી તેના પાસેથી વિદેશી દારૂની 6 નંગ બોટલ અને એક્ટિવા ગાડી તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

સુરત પાલિકા દ્વારા ભગવાનના જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કર્યું

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!