Proud of Gujarat
FeaturedGujarat

જુવેનાઈલ હોમ ફોર બોયઝ માંથી ગુમ થયેલ બે બાળકો પૈકી એક બાળક મળી આવ્યો .હજી એક બાળક ગુમ…

Share

દિનેશભાઇ અડવાણી

તાજેતરમાં તારીખ ૧૩-૦૪-૧૯ ના રોજ જુવેનાઈલ હોમ ફોર બોયઝ કુકરવાડા ખાતેથી મળસ્કાના સમયે ૨ બાળકો ગુમ થયા હતા .સંસ્થાના કર્તા-હર્તાઓએ બાળકોને શોધવા ભારે જેહમત કરી હતી પરંતુ બાળકોનો કોઈ પત્તો ન મળતા છેવટે ભરૂચ ગ્રામ્ય પોલીસ ખાતે ફરિયાદ નોંધાય હતી .ત્યારબાદ દિવસો વીતી ગયા પછી ગુમ થયેલ બાળકો પૈકી એક બાળક રેલવે પોલીસ વડોદરાને મળી આવ્યો હતો .રેલવે પોલીસે આ બાળકને દીપક ફાઉન્ડેશન વડોદરાને સોંપ્યો હતો .બાળકની તપાસ કરતાં અને ઓળખ થતા છેવટે આ બાળકને જુવેનાઈલ હોમ ફોર બોયઝને સોંપવામાં આવ્યો હતો .હજી એક બાળક ગુમ છે .અત્રે નોંધવું રહ્યું કે અગાવ પણ જુવેનાઈલ હોમ ફોર બોયઝ માંથી ત્રણ બાળકો ગુમ થયા હતા જેમાં આ બે બાળકોનો પણ સમાવેશ થતો હતો.જોકે જે તે વખતે ત્રણે બાળકો મળી આવ્યા હતા પરંતુ આ વખતે હજી એક બાળક ગુમ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે સવારથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટયાં.

ProudOfGujarat

ભરૂચ સબજેલ ખાતેથી પેરોલ રજા પર ગયેલ અને પરત ન આવેલ કેદીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!