દિનેશભાઇ અડવાણી

આજે તારીખ ૨૫-૦૪-૧૯ના રોજ વિશ્વમાં મલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે .ભરૂચ જિલ્લામાં મેલેરિયાના રોગને નાથવા અને તેથી મચ્છરના ઉપદ્રવને નાથવા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે .પરંતુ આ ખર્ચ માત્ર કાગળ ઉપર જ જણાય છે .વાસ્તવમાં ભરૂચ જિલ્લાના પ્રથમ ક્રમાંકના અધિકારી અને પદાધિકારીઓના વિસ્તારોમાં મચ્છરને નાથવા અંગેના તમામ પ્રયાશો કરવામાં આવે છે પરંતુ ઝુપડપટ્ટી તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી .વાસ્તવમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં મેલેરિયાથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ હોય છે .સમગ્ર ગુજરાતમાં મેલેરિયાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો મોખરે છે .મેલેરિયા અને ઝેરી મેલેરિયા જેવા રોગોના પગલે થયેલ મરણ ના આંકમાં પણ ભરૂચ જિલ્લો અગ્રીમ છે .એક ગણતરી પ્રમાણે દર મહિને ભરૂચ જિલ્લામાં મચ્છરને નાથવા લાખો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ આ લાખો રૂપિયા ખર્ચવા છતાં કોઈ ખાસ પરિણામ જોવા મળતું નથી એવી લોકચર્ચા ચાલી રહી છે.

LEAVE A REPLY