Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન સેરેમનીનું ભવ્ય આયોજન

Share

અંકલેશ્વર

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રી-પ્રાયમરીના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન સેરેમનીનો કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત સ્કૂલના પ્રમુખ અને ટ્રસ્ટીઓનું ઉષ્માભર્યું પુષ્પગુચ્છથી સ્વાગત કરીને કરવામાં આવી હતી.

Advertisement

સીનિયર કેજીના વિદ્યાર્થીઓ તેમના ક્લાસ ટીચર બીંદુ પિલ્લાઈ અને અકસા મલકાની સાથે પ્રવેશ કરતાં ઉપસ્થિત સૌને હાથ હલાવી અભિવાદન કરતા આગળ વધ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ખુશીથી ઝળહળી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ હર્ષોલ્લાસ સાથે બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રી-પ્રાયમરી તેમજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓએ મનમોહક નૃત્ય અને સામાજિક વિષયો પર આધારીત રજૂઆતો કરી સૌનું દિલ જીતી લીધું હતું. નાના બાળકોની આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી, તેમજ તેઓ ભવિષ્યમાં પોતાના સપનાઓ સાકાર કરી શ્રેષ્ઠ નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી. પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી વિભાગના પ્રિન્સિપાલ શ્રદ્ધા પટેલે જણાવ્યું કે વાલીઓનો ઉત્તમ સહકાર મળ્યો છે અને શિક્ષકોએ શિક્ષણ સાથે સંસ્કારનું પણ સંચાલન કર્યું છે.

કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના પ્રિન્સિપાલ કવિતા કાલગુડે, ટ્રસ્ટી ઇકબાલ કાગઝી અને ઝાહિદ ફડવાલાની ઉપસ્થિતિમાં સિનિયર કેજીના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ આનંદ, ગૌરવ અને યાદગાર ક્ષણોથી ભરપૂર રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા ઇન્સિયા દડાવાલાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ધોરણ 2ની વિદ્યાર્થીની ફાતેમા શેખ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.


Share

Related posts

પાલેજ પોલીસ મથકમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું એ પણ રોડની વચ્ચે…. સોશ્યલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા નજીક ખેતરમાંથી જિલ્લા એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!