Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં બી.આઈ.એસ. લાયસન્સ વગર ધમધમતો ‘મિનરલ વોટર’નો કરોડો રૂપિયાનો ‘ગંદો’ કારોબાર : આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાના કારણે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં

Share

પોલંમપોલ

જીલ્લા માં 80 ટકા પાણીના ધંધાર્થીઓ પાસે આઈએસઆઈ માર્કો જ નથી :
મિનરલ વોટરના 20 લિટરના એક કેરબામાં પાણી ઠંડું કરવા લિક્વિડ નાઈટ્રોજનનું ફકત એક ટીપું નાખવામાં આવે છે જેનાથી આખો દિવસ પાણી ઠંડું રહે છે
પ્લાસ્ટિકની કોથળીમાં અપાતું પાણી શરીર માટે જોખમી છતાંય તંત્ર કુંભકર્ણ નિદ્રામાં:
:મિનરલ વોટરના નામે લોકોને ‘રોગ’ પીરસાઈ રહ્યો છે
અંકલેશ્વર,
ઉનાળામાં આકરા તાપના કારણે લોકો પાણી વધારે પીતા હોય છે જેના કારણે ઉનાળાની સિઝનમાં “મિનરલ વોટર”નો ગંદો કારોબાર ભરૂચ જીલ્લામાં ધમધોકાર ચાલી રહ્યો છે શહેરમાં 80 ટકા પાણીનો વેપાર કરતા ધંધાર્થીઓ પાસે આઈએસઆઈ માર્કા વગર પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે.
પાણીની બોટલમાં અપાતુ પાણી શરીરમાં અનેક રોગ નોતરી શકે છે આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે છતાંય તંત્ર હજુ કુંભકર્ણ નિંદ્રામાં છે.

Advertisement

મિનરલ વોટર હંમેશા શુદ્ધ હોય, એવી સામાન્ય જનમાનસમાં છાપ પ્રવર્તે છે. પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક જુદુ હોવાનું બહાર આવ્યું છે. ઉનાળાની આકરી ગરમીમાં મિનરલ વોટરની ડિમાન્ડ વધી જાય છે.બેકટેરીયા યુકત પાણી પીવાના કારણે હેલ્થને નુકશાન થાય છે. અમુક પ્રકારનાં બેકટેરીયાના કારણે ઝાડા-ઉલ્ટી થવાની સંભાવના પણ રહેલી છે. તે ઉપરાંત આવુ પાણી પીવાથી ઘણીવાર બેચેની અશકિત, પેટમાં ગડબડથી માંડી અનેક બિમારીઓ લાગુ પડી શકે છે.જયારે મિનરલ વોટરના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના કેરબામાં લિકવીડ નાઈટ્રોજનનું ફકત એક
ટીપું જ નાખવામાં આવે છે જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.
ઓફિસ, ઘર, ફેકટરી કે શુભ પ્રસંગોમાં જમણવાર વખતે ઠંડા કેરબા મુકવામાં આવે છે તે પાણી લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર છે છતાંય લોકો શુદ્ધ પાણી માની પી રહ્યા છે વાસ્તવમાં તેઓ તે પાણીથી શરીરમાં બિમારી નાંખી રહ્યા છે. ભરૂચ જીલ્લામાં સૌથી વધારે પાણીનો વેપાર પ્લાસ્ટીકની કોથળીમાં થઈ રહ્યો છે દરેક પાનની દુકાનોમાં 2 રૂપીયામાં વેચાતી પાણીની કોથળી શરીર માટે જોખમી છે.
પાણીના પ્લાન્ટ માટે અનેક નિયમો હોય છે પરંતુ ભરૂચ જીલ્લામાં અનેક પ્લાન્ટ એવા છે કે તેઓ પાસે કોઈ પ્રકારનું બી.આઈ.એસ લાયસન્સ નથી અને જેઓ પાસે આઈએસઆઈ માર્કા છે તેઓ નિયમોનું યોગ્ય પાલન કરતા નથી.
ભરૂચ જીલ્લામાં ઉનાળામાં મિનરલ વોટરના નામે ગંદો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે તંત્રને મલાઈ મળતી હોવાથી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે. ત્યારે ઉનાળામાં મિનરલ વોટર સામે લોકોએ જ જાગૃતતા દાખવવી પડશે.

બોક્સ ……………………
ભરૂચ જીલ્લામાં માં મિનરલ વોટરના નામે પાણીનો મહિને 8 કરોડનો કારોબાર

ભરૂચ જીલ્લામાં પાણીનું હોલસેલ સપ્લાયર કરતા વેપારીએ જણાવ્યુ હતું કે એક અંદાજ મુજબ દર મહીને 5 કરોડની મિનરલ બોટલનું વેચાણ સમગ્ર જીલ્લામાં થાય છે તો 50 લાખથી વધુના પાણીના પાઉચનું વેચાણ છે અઢી કરોડ રૂપીયાના 20 લીટર કેરબાનો ધંધો છે. આ રકમ ઉનાળામાં વધી શકે છે.

બોક્સ।………………….
કેવી રીતે બને છે મિનરલ વોટર

મિનરલ વોટર માટે પાણી કુદરતી ઝરણામાંથી કે કુવામાંથી લેવામાં આવે છે. નગરપાલીકા વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદેસર રીતે ગુનો બને છે. પાણીને જંતુરહીત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાં પાણી પેક કરતા સમયે સુક્ષ્મજીવાણુઓને નષ્ટ કરવા માટે તેમાં કલોરીન વાયુ છોડવામાં આવે છે.

બોક્સ। ……………………
પાણીને ઠંડું કરતું લિક્વિડ નાઈટ્રોજન શું છે

લિકિવડ નાઈટ્રોજન એક પ્રકારનું કેમિકલ છે જે ફ્રિજ તથા એસીમાં ઠંડક માટે વપરાય છે તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને વધુ લાઈફ મળે તે માટે વપરાય છે. લિકિવડ નાઈટ્રોજન આટલો હાનિકારક શા માટે? તે જયારે લીકવીડ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે (માઈનસ) 196 ડીગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં જતા જ પેશીઓ અને ચામડીને કાયમ માટે શિથીલ કરી દે છે.

બોક્સ। ……………………
લોકલ બ્રાન્ડનું મિનરલ વોટર પીવાથી કયાં રોગ થાય?
લોકલ બ્રાન્ડનું પાણી ભરૂચ જીલ્લામાં સૌથી વધારે વેચાઈ રહ્યું છે ત્યારે તેમાં નિયમોનું પાલન નહી થતુ હોવાના કારણે બેકટેરીયાનો ગ્રોથ વધી જતો હોય છે તે પીવાથી ફૂડ પોઈઝીંગ અસર થઈ શકે, બેચેની, અશકિત, પેટમાં ગડબડથી માંડી ઝાડા-ઉલ્ટી, કમળો જેવા રોગ થઈ શકે છે.

બોક્સ।……………..
બી.આઈ.એસ સ્ટાન્ડર્ડ પ્રમાણે લેબ જરૂરી
બી.આઈ.એસ સ્ટાન્ડર્ડ પ્રમાણે મિનરલ વોટર વેચાણ અર્થેના પ્લાન્ટમાં લેબોરેટરી અત્યંત જરૂરી છે. જે ટેસ્ટીંગ બાદજ મિનરલ વોટર વેચાણ અર્થે વેચી શકાય. જયારે કેટલાક મિનરલ વોટરના ઉત્પાદકો પાણીના સ્ટોરેજ માટે પી.વી.સી ની કાળી ટાંકીનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કેટલો યોગ્ય છે. તે અંગે પણ તપાસ જરૂરી બને છે.


Share

Related posts

નવસારી-એથલેટિક સ્પર્ધામાં નવસારીની સાંઈ વિદ્યાનિકેતનનું ગૌરવ

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, અન્ય ત્રણ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

નવરાત્રીમાં અમદાવાદ પોલીસે 27 પીધેલા અને 12 રોમિયોને ઝડપી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!