Proud of Gujarat
FeaturedGujarat

સમની ગામની બાવળની ઝાડી માંથી દેરોલ ગામના આશરે 80 વર્ષીય વૃદ્ધનું કંકાલ મળી આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

સુત્રોના આધારે પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે સમની ગામના રહેવાસી જીગરભાઈ ભરતભાઇ પટેલ સાંજના 4 વાગ્યે ટ્રેક્ટર લઈ સમનીથી ક્રુઝ લોઇડ કંપનીના જુના ખંડેર કવટર્સ લાલ બંગલા પાસે આવેલ ખેતરે જતા હતા ત્યાં કાચા રસ્તા તરફ બાવળની ઝાડીમાં રસ્તાની બાજુમાં એક માનવ ખોપરી તથા માનવ શરીરનું કંકાલ ,કપડાં જોતા તેમણે ટ્રેક્ટર ઉભું રાખી નીચે ઉતરી જોતા રસ્તાની બીજી બાજુ એક લીલા તથા કાળા કલરની મુસ્લિમ ટોપી તથા કોફી કલરના રબરના બુટની જોડી તેમજ એક લાલ કલરનો હાથ રૂમાલ પડેલો જોતા તેમણે આમોદ પોલીસ ને જાણ કરી હતી. આમોદ પોલીસે તેનો કબજો લઈ તેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

01/05/19 ના રોજ દેરોલ ગામના રહેવાસી મુસા બાજીસા દીવાન જેઓ સમની ગામેથી ગુમ થયેલા હતા તેમનુંજ આ ખોપરી, કંકાલ છે તેમ મળેલ કપડાં અને અન્ય પુરાવાના આધારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામ ખાતે બાળક સાથે હીન કૃત્ય કરી હત્યા કરનાર નરાધમને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં કેવડી ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વ૨દ હસ્તે બિલ્ડીંગના કામોનું લોકાર્પણ / ખાતમુહર્તના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગ તેમજ શુક્લતીર્થનાં નવા વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!