Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: ગુજરાતની જીવાદોરી માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવાર થી 1500 ક્યુસેક પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવશે. ડેમના ગોડબોલે ગેટમાંથી આ પાણી છોડવામાં આવશે.નર્મદા નદીમાં હાલ પાણી ઓછું હોવાથી અને ભરૂચ ખાતે દિવસે ને દિવસે ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાથી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી સમયે દરિયાનું પાણી ઘૂસી જવાને કારણે આ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે. આથી ભરતીના સમયે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

Advertisement


Share

Related posts

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચના વરેડીયા ગામમાં એક ઘરમાંથી ઇન્ડિયન સ્પેકટકેલ કોબ્રાને રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

બરોડા પાણીગેટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકડા નાણા અને અન્ય મુદ્દામાલ સાથે પાંચ જુગારીયાઓને પાણીગેટ પોલીસે પકડી પાડયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!