Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ સ્ટેશન રોડ પર આવેલી ઇન્ડિયન બેંક સામેથી કારનો કાચ તોડી ૪૬ હજારની ઉઠાંતરી…

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ઈન્ડિયન બેંક સામે પાર્ક કરેલી હુન્ડાઈ કાર માંથી ૪૬૦૦૦ હજાર રૂપિયાની રોકડ કોઈ અજાણ્યા બાઈક ચાલકો દ્વારા ઉઠાંતરી કરાઇ હોવાની વિગત સાંપડી રહી છે.

Advertisement

વધુ મળતી માહિતી મુજબ વિસનગર મહેસાણા ખાતે ડોક્ટરી ક્ષેત્રે અભ્યાસ કરતા કિશનભાઇ પટેલ જેવો પોતાની હુન્ડાઈ કાર નંબર જીજે-૧૬ સી.બી ૨૯૦૪ લઈને સ્ટેશન રોડ ખાતે આવેલ ઈન્ડિયન બેંકમાં પોતાની ફી ની રકમ જમા કરાવવા માટે આજરોજ બપોરના ૨:૩૦ થી ૩:૦૦ કલાકના સમયગાળામાં બેંકમાં આવ્યા હતા.કુલ ૭૬૦૦૦ હજારની રોકડ લઈને આવેલ કિશનભાઇ પ્રથમ ઇન્ડિયન બેંક માં ૩૦,૦૦૦ હજાર રોકડા જમા કરાવી ત્યારબાદ 46,૦૦૦ રૂપિયા તેઓ કોટક બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા.જે બાદ તેઓને પોતાની પાસબુકમાં એન્ટ્રી પડાવવાની હોય તેઓ પોતાની રોકડ ૪૬૦૦૦ હજાર રૂપિયા પોતાની કાર ના ડેસ્કમાં મૂકી ચોપડીમાં એન્ટ્રી પડાવવા બેંકમાં ગયા તે સમયનો લાભ લઇ કોઈ અજાણ્યા બાઇક સવારો આવી કારનો કાચ તોડી ડેસ્કમાં મુકેલ રોકડા ૪૬૦૦૦ હજારની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી આજુબાજુમાં લાગેલ સીસીટીવીના ફૂટેજ મેળવી કાર્યવાહી હાથ ધરી છે.હાલ આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.


Share

Related posts

માંગરોળનાં કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાંથી 14 કિલો પોશ ડોડાનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકાની ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં fire fighting demonstration પ્રોગ્રામનુ આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!