Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત શહેર તેમજ ભરૂચ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં સંડોવાયેલ રીઢો વાહન ચોર ઝડપાયો.LCB પોલીસે ચાર મોટરસાયકલ પકડી પાડી…

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભરૂચ જિલ્લામાં વારંવાર મોટરસાયકલ ઉઠાંતરીના બનાવો બની રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર અને LCB ના ઇન્ચાર્જ PI જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ PSI એ.એસ.ચૌહાણની ટિમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન પો.કો મહિપાલસિંહને બાતમી મળેલ કે અગાવ સુરત તથા ભરૂચ જિલ્લામાં વાહનચોરીના ગુન્હાઓમાં ઝડપાયેલ અનસ લહેરી રહેવાસી ખરોડ.તેની પાસેની કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર:GJ ૧૬ AH ૮૨૮૦ ને લઇ ખરોડ ગામ થી પાનોલી બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર થઇ પાનોલી GIDC માં જનાર છે. જે બાતમી આધારે વોચ દરમિયાન વાહન ચોરને પડકી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેની પાસેથી અન્ય કાગળો વગરની ત્રણ મોટરસાયકલ મળી આવેલ અને આ બાબતે વધુ પૂછપરછ કરતા ઝડપાયેલ ચાર મોટરસાયકલ પૈકી એક મોટરસાયકલ વર્ષ ૨૦૧૭ માં સુરત શહેર અમરેલી વિસ્તાર માંથી ચોરી કરી હોવાનું અને અન્ય એક મોટરસાયકલ દોઢ મહિના અગાવ પાનોલી GIDC માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.ઝડપાયેલ આરોપી પાસેથી ચાર મોટરસાયકલ કિંમત રૂપિયા ૮૭૫૦૦ જપ્ત કરવામાં આવેલ છે.અનસ લહેરી ,રહેવાસી લહેરી ફળિયું ખરોડ નો રહેવાસી છે.આ બનાવ માં સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ ૦૫ KQ ૯૭૬૦ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ અન્ય સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ ૧૬ CM ૭૦૮૯ કિંમત રૂપિયા ૩૬૦૦૦ ,હીરો હોન્ડા ગ્લેમર મોટરસાયકલ નંબર GJ ૦૬ CN ૧૧૧૫ કિંમત રૂપિયા ૨૦૦૦૦ ,હીરો હોન્ડા સી.ડી ડોન મોટરસાયકલ નંબર વગરની કિંમત રૂપિયા ૧૦૦૦૦ ,મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા ૧૫૦૦. ઝડપાયેલ આરોપીએ અમરોલી અને અંકલેશ્વરના ગુનાહોની કબૂલાત કરેલ છે.આ આરોપી તેના સાગરીતો સાથે ભરૂચ,અંકલેશ્વર ,સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બાઈકો ચોરી કરી સુરત તથા ભરૂચમાં સસ્તા ભાવે વેચી દેતો હતો.જે ઈશમોને બાઈકો આપે તેને ૧૦ થી ૧૫ દિવસમાં ગાડીના કાગળો આપવાની બાંહેધરી આપતો હતો.આ રીઢો ચોર ૪૨ વાહન ચોરીના ગુનામાં અગાવ ભરૂચ અને સુરત શહેરમાં ઝડપાયેલ છે.આ બનાવમાં LCB ના પો.સ.ઈ પી.એ.બરંડા ,એ.એસ.ચૌહાણ ,વાય.જી.ગઢવી,અ.હે.કો અજયભાઇ ,સંજયદાન ,હિતેષભાઇ,જયેન્દ્રભાઈ,સંજયભાઈ,પો.કો મહિપાલસિંહ ,શ્રીપાલસિંહ ,વિશાલભાઈ, મયુરભાઈ,નરેશભાઈ એ કામગીરી બજાવી હતી.

Advertisement


Share

Related posts

હવે એક્સપ્રેસ ગતિ – અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં ખુલ્લો મુકવાની શક્યતા

ProudOfGujarat

ગોધરા પાલિકાના કર્મીઓ પોતાની માંગણીઓ સામે અડગ ત્યારે જાણો પાલિકાએ શુ કહ્યુ.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં કાર ધડાકાભેર ક્રોકરી શોપમાં ધુસતા ગ્રાહકોમાં નાસભાગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!