Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સને 2010થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જણાવેલ જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે આવા ગુનેગારો શોધી કાઢવા માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 87/2010 IPC કલમ 379, 114 મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મોહમ્મદ મિનહાજ ઉર્ફે પપ્પુ હયાત શફી શેખ. રહે; જકરીયાપાર્ક, કાપોદ્રા, અંકલેશ્વર નાને આજરોજ તારીખ 29-11-2018ના કલાક 21:00 વાગ્યે CRPC કલમ 41(1) આઈ મુજબ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા હેઠળ તેને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાનાં આચાર્યોની ડીઝીટલ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, બે યુવતીઓને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સરેરાશ ૩ ડીગ્રી એ વધતું તાપમાન જાણો જવાબદાર પરિબળોની દુ:ખદ વિગતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!