Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર ના કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલ ફિરદૌસ એપાર્ટમેન્ટ નજીક ના મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા લોકોમાં ભય ની લાગણી છવાઇ હતી……

Share


:-જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ શહેર ના વોર્ડ વાર વિસ્તાર ખાતે આવેલ કોટ પારસીવાડ ખાતે ના ફિરદૌસ એપાર્ટમેન્ટ નજીક મુખ્ય માર્ગ ઉપર અંદાજીત ૭ થી ૮ ફૂટ નો ભુવો અચાનક પડતા સ્થળ ઉપર થી વાહનો લઇ પસાર થતા લોકો અને રાહદારીઓમાં ભય નો માહોલ છવાયો હતો….
એપાર્ટમેન્ટ નજીક ના માર્ગ ઉપર ભુવો પડતા લોકો ના જીવ તાળવે ચોટયા હતા ત્યારે સ્થાનિકોએ ભુવા પડેલી જગ્યા ને કોર્ડન કરી લોકો ને અડચણ રૂપ ન બને અને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે પ્રકાર ના પ્રયાસો હાથ ધર્યા હતા ……..
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય માર્ગ ઉપર ભુવો ક્યાં કારણોસર પડ્યો.શુ રસ્તા ની કમગીરી તકલાદી હતી કે હલકી ગુણવતા નો સામાન રસ્તા ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા વાપરવામાં આવ્યું હશે તેવી લોક ચર્ચાઓ પણ તંત્ર સામે આ પ્રકાર ના બનાવ બાદ થી લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની હતી….

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકામાં ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કેળના પાકને કરોડોનું નુકશાન.

ProudOfGujarat

રાજપીપળા : ધીરખાડી ગામે રાજપીપલા પોલીસે જુગારની રેડ કરતા લાખોના મુદ્દામાલ સાથે છ ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું અંધેર વહીવટ, જીઈબી માં બિલ બાકી રહેતા કનેકશન કપાયું..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!