Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ધીરખાડી ગામે રાજપીપલા પોલીસે જુગારની રેડ કરતા લાખોના મુદ્દામાલ સાથે છ ઇસમોની ધરપકડ કરી.

Share

બનાવની વિગત અનુસાર સર્કલ પોલીસ ઇન્સ. ડી.બી.શુક્લના સુપરવિઝન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી/જુગાર ની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતી ડામી દેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એમ.આઇ.શેખ પોલીસ સબ ઇન્સ તથા બે પંચો તથા બીજા પોલીસના માણસો પોલીસ મથક વિસ્તારમાં પ્રોહી જુગારની રેઇડમા નિકળેલા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ધીરખાડી ગામે ખુલ્લામાં પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે એવી ચોક્કસ બાતમી મળતા પીએસઆઇ તથા પોલીસ સ્ટાફના માણસો ધીરખાડી ગામે આ જગ્યાએ જતા ખુલ્લામા નજીક જતા કેટલાક ઈસમો કુંડાળું વળી પત્તાપાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જે બાતમી આધારે રેઈડ કરતા પકડાયેલ ઈસમોની અંગ ઝડતીમાંથી ૧૨૯૧૦/-તથા દાવ ઉપરના રૂ.૨૪૨૦/-, અંગ ઝડતીના રૂ.૧૫,૩૩૦/- તથા તથા પત્તા પાના નં ૦૦૦૦ તથા એક મારૂતીઇકો ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂા-૧,૫૦,૦૦૦/- તથા એક મોટર સાયકલ હોન્ડા સાઇન જેની કિંમત રૂ/- ૩૫૦૦૦/- મળી કુલ રૂ ૨,૦૦,૩૩o/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યોતી જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ૨૮ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા.

ProudOfGujarat

ચોંકાવનારા આંકડા : ભરૂચ રેલવેની હદમાં અકસ્માતોની ઘટનાઓમાં ચાલુ વર્ષે જ ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.

ProudOfGujarat

દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન પુરૂ પાડતા શિક્ષક ઇમરાન શેખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!