Proud of Gujarat
GujaratFeaturedINDIA

x કે X, સાચું શું..? ધોરણ-5 અને 8નાં પાઠ્યપુસ્તકોમાં સામે આવ્યાં છબરડા.

Share

રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળની પુસ્તકોમાં ભૂલ સામે આવી કોઇ નવી વાત નથી. પહેલા પણ ઘણીવાર પાઠ્ય પુસ્તકોમાં છબરડા જોવા મળ્યાં છે. ત્યારે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે તૈયાર કરાયેલા ધો. 5 અને 8ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં છબરડા સામે આવી રહ્યાં છે. ધો.5 ગણિતના પુસ્તકમાં ગુણાકારની જગ્યાએ એક્સ છપાયો છે. આ ઉપરાંત ધોરણ-8ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં ઘાતાંકની જગ્યાએ માઇનસનું ચિહ્ન મૂકી દેવામાં આવ્યું છે.

આ ભૂલો સાથે વિદ્યાર્થીઓએ અડધુ સત્ર તો કાઢી નાંખ્યું છે પરંતુ કોઇનું જાણે તેની પર ધ્યાન ન ગયુ હોય તેમ કોઇ અવાજ નથી આવ્યો.

Advertisement

ધોરણ-5ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં કુલ પાંચ પાનમાં ભૂલો છે. પાન નંબર 107, 171, 178, 179, 186 પર દર્શાવેલા દાખલામાં ગુણાકારની જગ્યાએ એક્સની નિશાની દર્શાવવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી ડિરેક્ટર આશિષ બોરીસાગરનું કહેવું છે કે, પ્રિન્ટિંગ કે કમ્પોઝની ભૂલો હશે તો પુન:મુદ્રણ વખતે તેની ચકાસણી કરી સુધારી દેવામાં આવશે.

આ પહેલા પણ ગત મહિને ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલ નકશાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલા 7 જીલ્લાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓને પુસ્તકો પણ મોડા મળ્યાં હતા અને એમાં પણ છબરડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, હિન્દી-ગુજરાતીમાં ભાષાકીય ભૂલો અને સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નકશાની ભૂલો મંડળ દ્વારા થઇ રહી છે. નવા અસ્તિત્વમાં આવેલ જિલ્લાઓનો નકશાઓમાં સમાવેશ નથી.


Share

Related posts

ભરૂચ : જુના તવરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરા : ડીપ્લોમા અને ડીગ્રી ઉમેદવારો માટે એન્જીનીયરીંગ કોલેજ ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!