Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ખાતે વૃદ્ધજનો માટે સાધન સહાય માટેના આંકલન તેમજ તપાસણી અંગેનો કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનોને જીવન જીવવામાં સહાય થાય તેવા આશયથી જીવન જરૂરિયાતના સાધનોનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું.

તા. 17 થી 21 ડિસેમ્બર દરમિયાન ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલીયા, નેત્રંગ, જંબુસર, આમોદ, ભરૂચ, વાગરા તેમજ વિવિધ તાલુકાઓમાં વૃદ્ધજનો એટલે કે સિનિયર સીટીઝનો માટે સાધન સહાય માટેના આંકલન તેમજ તપાસણી અંગેનો કેમ્પ આજરોજ અંકલેશ્વર શહેરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો. સદર કેમ્પ દરમિયાન વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને પડતી તકલીફો જેમકે આંખે ઓછું દેખાવું, કાનથી ઓછું સંભળાવવું, દાંતના દુઃખાવાની તકલીફ, પગથી ચાલવામાં તકલીફ જેવા વિવિધ રોગોની તબીબી તપાસ કરી જરૂરી સહાય સાધનોનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, પ્રાંત અધિકારી રાકેશ ભગોરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મુકેશ મુનિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભાવના મકવાણા તેમજ આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં વૃદ્ધ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત કાર્યક્રમ સ્થળે સૌપ્રથમ લાભાર્થીઓની સંખ્યામાં ઉણપ જણાતા જિલ્લા સમાહર્તાના સૂચનથી આજુબાજુના વિસ્તારમાં રહેતા વડીલ-વૃદ્ધોનો સંપર્ક કરવામાં આવતાં એક સમયે લાભાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.


Share

Related posts

ખોટા દસ્તાવેજ બનાવી પી એફ ના ૧૬ લાખ ઉપરાંત ના નાણાંની ઉચાપત કરનાર  ભેજાબાજો સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે…….

ProudOfGujarat

માંગરોળ : રોટરી અને ઈનરવ્હીલ ક્લબ દ્વારા લીંબાડા સહીત અન્ય શાળાઓમા યુનિફોર્મનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!