Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝઘડીયા GIDC મા કન્સ્ટ્રક્સનનું કામ કરવું હોય તો રૂપિયા પાંચલાખની માંગણી કરાઈ નહીં તો જાનથી મારી નાખવાની ધમકી… ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારમાં આવેલ આરતી કંપનીમાં કન્સ્ટ્રક્સનનું કામ કાઢતા કોન્ટ્રાક્ટરને જો કામ કરવું હોય તો પાંચલાખ રૂપિયા આપવા પડશે અથવા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઝઘડિયા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ તારીખ 18-2-2019ના રોજ બન્યો હતો. જેમાં ફરિયાદી અનંત જયંતીભાઈ પટેલ મૂળ રહેવાસી ગોરેગાંવ મુંબઈ હાલ રહેવાસી મંગલતીર્થ ભરૂચ જેવો જેમિત રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે જેમની કંપનીનું કામકાજ આરતી કંપનીમાં કન્સ્ટ્રક્સનનું ચાલી રહ્યું છે ત્યારે તારીખ 18-2-2019ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં આ બનાવના આરોપી જયેશ કંચનભાઈ પટેલ રહેવાસી નાંગલ અંકલેશ્વર, ધર્મેશ વસાવા,નરેન્દ્ર,કેતન વસાવા એમ ચાર આરોપીઓએ ઝઘડીયા GIDC માં કામ કરવું હશે તો પાંચલાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી અને જો નાણાં નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી અપાતા અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં ઝઘડિયા પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના બોરીદ્રાની સીમમાંથી અર્ધ બેભાન અવસ્થામાં દીપડો મળી આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : દિવાળી નજીક છતાં ઝઘડીયા તાલુકાનાં બજારોમાં મંદીથી વેપારી વર્ગ ચિંતિત.

ProudOfGujarat

આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આર પી એફ અને સ્થાનિય રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન અને સિલ્વર બ્રિજ ઉપર સઘન ચેકીંગ હાથ ધર્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!