Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ એસ ટી ડિવિઝનના ૧૪૦૦ કરતા વધુ કર્મચારી હડતાલ પર. વિવિધ પડતર માંગણીઓ અંગે હડતાલનું પગલું લેવાયું…

Share

ભરૂચ
ભરૂચ એસ ટી ડિવિઝનના ૧૪૦૦ કરતા વધુ કર્મચારીઓએ હડતાલ કરતા ભરૂચ અને નર્મદા જિલ્લાની ૩૫૦ કરતા વધુ એસ ટી બસોના પેડા થઁભી ગયા હતા.
મળતી માહિતી મુજબ ભરૂચ ડિવિઝનની ૨૩૦૦ કરતા વધુ ટ્રીપો એસટી ટ્રીપો પ્રભાવિત થતા ૪૫૦૦૦ કરતા વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા જેના પગલે એસ ટી તંત્રને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું એસ ટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેમાં પગાર વધારો ,કામકાજના કલાકો ,બઢતીના નિયમો વગેરેનો સમાવેશ થાય છે હડતાલ કરતા પહેલા એસ ટી ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરવી ,ધરણા ,સુત્રોચાર જેવા પગલાં લઈ વિરોધ પ્રદર્સન કર્યું હતું તેમ છતાં માંગણી ન સંતોષાતા છેવટે હડતાલનું શસ્ત્ર ઉગામાયું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત છઠ્ઠી વાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ProudOfGujarat

ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩ માં પસંદગી કરાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાનાં ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો હોવા છતાં લોક ડાઉનનાં કારણે ધંધો ન થવાથી રોજગારી પર અસર વર્તાઈ રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!