Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો.અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય…

Share

ભરૂચના દહેજ બાયપાસ નજીક રાત્રીના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આગળ ચાલતાં ટ્રેલર સાથે પાછળથી ટેન્કર ભટકાયું હતું.બંને વાહનોને નુકસાન થયું હતું પરંતુ સદભાગે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી.આ બનાવ અંગે વિગતે જોતા એક ટેન્કર તેલંગાણા ખાતે કેમિકલ ખાલી કરી પરત ભુજ ફરી રહ્યું હતું તે સમયે આ ઘટના દહેજ બાયપાસ નજીક બની હતી.જેમા ટ્રેલર સાથે પાછળથી ટેન્કર ભટકાયું હતું.આ બનાવમાં બન્ને તરફ વાહનોની કતારો ઉભી થઇ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.કલાકો બાદ મહા-મહેનતે પોલીસને ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના ગરીબ લોકોને જીપ્સમ વાળું અનાજ આપવામાં આવે છે જાણો વધુ.

ProudOfGujarat

આણંદની કૃષિ યુનિવર્સિટીમાં મધમાખી પાલન વિષયક બે દિવસીય તાલીમ યોજાઇ.

ProudOfGujarat

અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!