Proud of Gujarat
GujaratFeaturedINDIA

કમોસમી વરસાદને લઇને છોટાઉદેપુર જિલ્લામાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ.

Share

આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ભર શિયાળે ચોમાસુ જામ્યુ હતુ. છોટાઉદેપુર જિલ્લાના લગભગ બધા વિસ્તારોમાં આજરોજ રાત દરમિયાન વરસાદની શરુઆત થઇ હતી અને હળવો વરસાદ દિવસ દરમિયાન પણ ચાલુ રહ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વરસાદની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતુ. જિલ્લાના મોટાભાગના બજારો સુમસામ દેખાતા હતા. કમોસમી વરસાદથી શિયાળુ ખેતીને નુકશાન થવાની ભીતિ જણાઇ રહી છે.

શિયાળુ પાકોને નુકશાન થવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદને લઇને ગ્રામિણ વિસ્તારોમાં કાચા મકાનોમાં બનાવેલા માટીના ઓટલા ધોવાઇ ગયા હતા. વરસાદની અસર વાહનવ્યવહાર પર પણ જોવા મળી હતી. રસ્તાઓ પર વાહનોની હાજરી નહિવત જણાતી હતી. ગણ્યા ગાંઠ્યા વાહનોને લઇને રસ્તાઓ સુમસામ દેખાતા હતા. વરસાદને લઇને ચોમાસા જેવો માહોલ સર્જાતા અભરાઇ પર મુકી દીધેલા છત્રી રેઇનકોટ પાછા ઉતારવા પડ્યા હતા. કમોસમી વરસાદને લઇને છોટાઉદેપુર જિલ્લામાં જનજીવન પર તેની અસર દેખાતી હતી.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચમાં આંકડાના જુગારના ગોરખધંધા પર પોલીસનો દરોડો: બે સરદારજી સહિત ત્રણની ધરપકડ, ₹48 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

વડોદરાના દંપતીને ઘરનું ઘર વસાવવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદ સમાન.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહિલા દિન નિમિત્તે સ્કીલ હબનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!