Proud of Gujarat
FeaturedGujarat

દબાણ અને ભ્રષ્ટાચારના મામલે કલેક્ટરના હુકમોની ક્યાં થઈ અવગણના જાણો વધુ…

Share

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા-સુલતાનપુરા ગ્રુપ પંચાયતની રીતિ-નીતિ જુદી છે.આ ગ્રુપ પંચાયતના કર્તા-હર્તાઓ રાજા રજવાડા અને જાગીરદાર હોય તેમ પંચાયતની જમીન માફિયાની જેમ હડપ કરી રહ્યા છે.સિલસિલાબંધ વિગત જોતા આ પ્રકરણ ૩૧-૪-૨૦૧૭ થી શરૂ થાય છે જ્યારે દિલીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ જનહિત માટે આયોજન અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને અરજી આપે છે કે સુલતાનપુરા ઝગડીયાની ગ્રામ પંચાયતને સંપૂર્ણ બોડી સહિત સુપરસીડ કરો આથી અરજી દિલીપસિંહને કરવાની ફરજ કેમ પડી?. તેની વિગત જોતા તેઓ સ્થાનિક રહીશ છે તેથી સ્વહિત કરતા જનહિતને પ્રાધાન્ય આપતાં ગ્રુપ પંચાયતન સુલતાનપુરાની માલિકીની જુનો સરવે નંબર-૩૨૯-૪૪ ગુ.હા ની જમીન પર પરમજી મંદિરની ઉપસ્થિત છે.આ અંગે સરકારી રેકોર્ડ જોતાં ત્રણ ટર્મથી વહીવટકર્તાઓ જવાબદાર હોય તેમ જણાયું અને જે તે સમયના માજી સરપંચ મારફતે આ ગેરકાયદેસર કામકાજ ગુજરાત પંચાયત ધારાનો ભંગ કરી કરવામાં આવેલ છે.આટલેથી ન અટકતા સરકારી તળાવ માંથી માટી ખોદી પરમજી મંદિર બનાવેલ છે.ત્યાં સુધી કે મૂંગા પશુઓના પાણીના સ્ત્રોતનો નાશ કરેલ છે.જે નામદાર હાઈકોર્ટના ચુકાદાના વિરુદ્ધનું કૃત્ય છે. પાણીના સ્ત્રોતની જાળવણી કરવી રાજ્ય સરકારની ફરજ અને જવાબદારી છે પરંતુ ત્યાં તંત્રની મિલીભગતની શરૂઆત થાય છે.તળાવોની માટી ખોદી મંદિરમાં નાખી તેમજ માટી વેચી સરકારને આર્થિક નુકસાન કરેલ છે. તેથી પણ આ બોડીને સુપરસીડ કરવી જોઈએ તથા બીજા અન્ય કારણો દર્શાવતા અરજદારે જેમાં માજી સરપંચ રમેશ વસાવાએ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર મોટર ગેરેજ ઉભુ કરેલ છે તેથી પણ પંચાયતને સુપરસીડ કરવી જોઈએ.વધુમાં જણાવતા સૌથી ગંભીર બાબત એ છે કે સુલતાનપુરા સરવે નંબર-૩૫૮ વાળી જમીનમાં ગામ નમુના નંબર ૭ મા સામાજિક વનીકરણ વિભાગના નામે ચાલે છે.વાસ્તવમાં તે સર્વે નંબરમાં સામાજિક વનીકરણ વિભાગની કચેરીનું બાંધકામ થવું જોઈએ તેની જગ્યાએ કથિત ઇરાદાપૂર્વક ભૂલ કરી સર્વે નંબર-૩૫૭ વાળી જમીન જે સરકારી રેકોર્ડ ઉપર તળાવ બોલે છે તે તળાવની જગ્યામાં સામાજીક વનીકરણ વિભાગની કચેરી બાંધવામાં આવી છે.એટલું જ નહીં તળાવની પાળ પર પરમજી ટ્રાન્સપોર્ટની ઓફિસ અને તેની બાજુમાં એસ.ટી.ડી પી.સી.ઓ પણ છે.હદ તો ત્યાં થાય છે કે જેને એ ઐતિહાસિક ધરોહર કહી શકાય તેવા ખેડૂ ભાઈની ટેકરીને તોડી નાખી નાબૂદ કરી નાખેલ છે.તેમજ વર્ષ ૧૯૫૭ની સાલમાં કલેક્ટરે ચિલ્ડ્રન ગાર્ડન તરીકે ઝઘડિયા-સુલતાનપુરા ગ્રુપ પંચાયતને જમીન ફાળવણી આપી હતી જેથી બાળ વિકાસ થાય પરંતુ આ ગ્રુપ પંચાયતને સુપરસીડ કરવાનું બીજું એક કારણ મળતું હોય તેમ ચિલ્ડ્રન પાર્કની જગ્યાએ શોપિંગ સેન્ટર નિર્માણ કરાયું.એટલું જ નહીં જઈ હિન્દ બાગની જગ્યામાં પંચાયત બાંધવા ૧૬૦૦ થી ૨૦૦૦ સ્ક્વેરફુટ અને શોપિંગ સેન્ટર બાંધ્યું તે પણ કાયદાનું ઉલ્લંઘન છે.

આ તમામ કારણોથી તાલુકા પંચાયતએ કલેકટરને અરજી કરી દિલીપસિંહ તરફથી થયેલ રજૂઆતની વિગતો દર્શાવાય છે અને તેમની તમામ રજૂઆતો સાચી હોવાને તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમને ભંગ કરી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય પટ્ટાથી પણ ભાડે ન આપી શકાય તેવી સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં જોગવાઈનો ભંગ કરેલ છે.હવે આવી સરકારી જમીન બાપદાદાની જાગીર હોય તેમ પ્રવિણસિંહ હિંમતસિંહ,મનહરબેન રાજેન્દ્રસિંહ,રણવીર સિંહ રાજેન્દ્રસિંહ,સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહના સંયુક્ત નામે ચાલે છે તેથી રાજેન્દ્રસિંહ નટવરસિંહ રાઠોડે બિનખેતીની જમીન માંથી બિન અવેજ હક્ક ઉઠાવવા રજૂઆત કરેલ છે.એટલું જ નહિ પરંતુ બ્લોક નંબર-૩૩૭ પર બેંકના અધિકારીઓએ પણ ગેરકાયદેસર રીતે બેન્કો પાસેથી ખેતી વિષયક ધિરાણ પેટે ત્રણ લાખ બેંક પાસેથી મેળવેલ છે જે અંગેની નોંધ પણ પાડવામાં આવેલ છે.

Advertisement

આ તમામ બાબતો તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાએ તા.૩૧/૧/૨૦૧૮ના રોજ જિલ્લા કલેકટરને પુરાવા સાથે જણાવેલ પરંતુ હવે ખરેખર બાપ -બાપ ચાલતી અને લેતી-દેતીના રિવાજની શંકા સેવાય તેવી ગતિવિધિ શરૂ થઈ અને આ અંગે કલેકટરને અરજદારે દિલીપસિંહ ચૌહાણએ વારંવાર ફરિયાદ નિવારણ થી લઈને કલેકટરને લેખિત અને મૌખિક ફરિયાદ કરતા કલેક્ટરે ઝઘડિયા ટી.ડી.ઓને ગેરકાયદેસરના કામો દૂર કરવા હુકમ કર્યા તેમ છતાં કાર્યવાહી ન થતાં તારીખ-૧૦/૧૦/૧૮ ના રોજ કલેકટર કચેરીમાંથી રિમાન્ડર કરાયું તેમ છતાં હુકમનું પાલન ન થતાં છેવટે અરજદાર દિલીપસિંહ પોતાની ફરિયાદ હાઇકોર્ટમાં લઈ જતાં તારીખ ૧૬/૨/૧૯ ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કલેકટરને તેઓએ કરેલ હુકુમ તેમજ અરજીની તપાસ કરી દબાણો દૂર કરી કોર્ટમાં જણાવવા આદેશ આપેલ છે.આ હુકમની બજવણી અરજદારે કલેકટર કચેરીમાં તારીખ ૨૫/૨/૧૯ ના રોજ કરી હતી.હવે જ્યારે તંત્ર દ્વારા પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરાય છે ત્યારે એક અરજદારને જનહિત માટે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે કયા-કયા આ લખેલ વાગડથી પડશે અને એક જાગૃત નાગરિકને સમાજ સુધારા માટે કેટલી જહેમત ઉઠાવી પડશે તે જોવું રહ્યું…


Share

Related posts

ભરૂચ વિઘાનસભા મતદાર વિભાગના જુદાં જુદાં સ્થળો પર ચાલતા તાલીમ વર્ગોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત કરી.

ProudOfGujarat

નાંદોદના બીતાડામાં તાલિબાની કૃત્ય:પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને ખૂંટે બાંધી માર માર્યો.

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝીટીવ કેસ મળતા ખળભળાટ, ભરૂચ જિલ્લામાં કોરોના આંકડો ૪૮ થયો.

ProudOfGujarat

1 comment

દિનેશ January 3, 2020 at 11:39 am

ગામમા ગેરકાયદેસર દબાણ અંગેની અરજી અધિકારીઓ ઘ્યાનમા લેતા નથી. જીલ્લા પર પણ આજ પરિસ્થિતિ છે એના માટે ચોકકસ પ્રકારની અરજી ગામ તેમજ વહીવટી અધિકારીની મિલીભગત માટે આપણી અવાજ સાભળે તેવી કોઈ લીન્ક બતાવો.

Reply

Leave a Comment

error: Content is protected !!