ભરૂચના ચાવજ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ કાર અને એક્ટિવમાં આગ ભભૂકી ઉઠી હતી.તો એક વ્યક્તિનું મોત થયું હતું.પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના ચાવજ ગામ પાસે થી પસાર થયેલ એક ઇકો કાર અને એક્ટિવા વચ્ચે વિડીયોકોન ગેટ નમ્બર 2 પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ધડાકાભેર ઇકો સાથે બાઇક અથડાતા એક વ્યક્તિનું ઇજાઓના પગલે મોત નીપજયું હતું. અને અકસ્માત થતા જ ઇકો કારમાં ધડાકો થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી. બંને વાહનો આગ લાગતા ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરવામાં આવી હતી. અને પાણી નો મારો ચાલુ કર્યો હતો. અકસ્માત કરનાર ઇકો નો ચાલક નશામાં હોવાનું લાગતા લોકો એ તેને ઝડપી લઈ મેથીપાક ચખાડ્યો હતો.. બીજી બાજુ ફાયર વિભાગના લાશ્કરો આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ તે પહેલાંજ ઇકો કાર આગ માં રાખ થઈ જવા પામી હતી. પોલીસે મરણ જનાર ઇસમ કોણ છે તે અંગે તેમજ તેના વળી વારસો ના સંપર્ક માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY