Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ‘પૂર્ણા કિશોરી પોષણ ઉડાન’ અને ‘પતંગ મહોત્સવ’ યોજાયો

Share

પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરી બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમની આરોગ્ય સ્થિતિને મજબૂત બનાવવાનો હતો

 

Advertisement

ભરૂચ

આઈ.સી.ડી.એસ. કચેરી ભરૂચ દ્વારા જિલ્લાના ૧૨ જેટલા ઘટક કક્ષાએ “પૂર્ણા કિશોરી પોષણ ઉડાન” તથા “પતંગ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરી બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમની આરોગ્ય સ્થિતિ મજબૂત બનાવવાનો હતો.

પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન કિશોરીઓનું એચ.બી. (હિમોગ્લોબિન) ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં સારું એચ.બી. લેવલ ધરાવતી કિશોરીઓને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે આઈ.સી.ડી.એસ. વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલી પૂર્ણા યોજનાની વિગતવાર માહિતી અને માર્ગદર્શન કિશોરી બહેનોને આપવામાં આવ્યું હતું. આ પૂર્ણા કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન  ૫૦૦૭ જેટલી કિશોરીઓ અને ૨૦૬૮ જેટલી સખી અને સહસખીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની વિશેષ આકર્ષણરૂપે કિશોરી બહેનો દ્વારા પોષણ સંબંધિત સૂત્રો લખેલા પતંગો આકાશમાં ચગાવવામાં આવ્યા હતા, જે દ્વારા પોષણનો સંદેશ આનંદદાયક અને સર્જનાત્મક રીતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, સુવ્યવસ્થિત રીતે અને ખૂબ જ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાથી પૂર્ણા, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા સહિત આઈ.સી.ડી.એસ. વિભાગનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આંગણવાડી વર્કર બહેનો તથા મોટી સંખ્યામાં કિશોરી બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતાં.


Share

Related posts

દેશી મેલોડીઝના માલિક અને મ્યુઝિક લિજેન્ડ બી-પ્રાકે પણ ‘ક્યા હોતા’ ગીત પર તેમની લાગણીઓ વ્યક્ત કરી.

ProudOfGujarat

૨૬/૧૧ મુંબઈમાં થયેલ આતંકી હુમલાની આજે ૧૧મી વરસીએ શહીદો અને મૃતકોને હાર્દિક શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

રોટરી કલબ દહેજ દ્વારા ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેસનનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!