ભરૂચ એસઓજીએ અંક્લેશ્વર ડેપો પાસેથી બિહારના બે પેડલરોને ઝડપી પાડયા : એક વોન્ટેડ
। ભરૂચ ! ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર ડેપો પાસેથી ૧૧.૪૨ લાખના હેરોઈનના જથ્થા સાથે બે બિહારીઓને ઝડપી પાડયાં છે. જ્યારે તેમની પાસેથી હેરોઈનનો જથ્થો મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેરકર્યો છે. ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલાં બન્ને આરોપીઓ અંકલેશ્વરમાં બેન્કમાં લૂંટ અને પોલીસ પર ફાયરિંગ કરવાના કેસમાં હાલમાં જામીન પર છુટયા હતાં. ખર્ચા કાઢવા ડ્રગ્સ પેડલર બન્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જોકે, પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, ભરૂચમાં હેરોઈનનો પકડાવાનો આ પ્રથમ કિસ્સો છે.
ભરૂચ એસઓજીના હેડ કોન્સટેબલ સુરેશ વણઝારાને ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતાં તેમણે એએસઆઈ ગોવિંદરાવને જાણ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, અંકલેશ્વરના આદર્શનગર ખાતે રહેતો રાકેશ મંડલ માદક પદાર્થ લઈન અંકલેશ્વર જીઆઈડીસી ડેપો પાસે આવનાર છે. જેના પગલે તેમણે પીઆઈ એ. વી. પાનમિયાને જાલ કરતાં તેમણે ટીમને સતર્ક કરી તુરંત સ્થળ પર દરોડો પાડયો હતો. દરમિયાનમાં રાકેશ મંડલની સાથે તેનો એક મિત્ર દિપક કુમાર પણ પોલીસના હશે ઝડપાઈ ગયો હતો. ટીમે રાકેશ પાસેની બેગમાં તપાસ કરતાં તેની બેગમાંથી એક કાળી લેળીમાં આછાબ્રાઉન કલરનો પાવડર ભરેલી ૧૪ જીપલોક પડીકી તેમજ એક સિગરેટની ડબ્બીમાં ફોઈલમાં મુકેલો પાવડર મળી આવ્યો હતો. એફએસએલ ટીમની મદદથી તપાસ કરાવતાં તે હેરોઈન હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમની પાસેથી કુલ ૫૮.૧૧ ગ્રામ જેટલો હેરોઈન મળ્યું હતું. પોલીસે એક ગામના ૨૦ હજાર લેખે કુલ ૧૧.૯૨ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે સાથે તેમની પાસેથી બે મોબાઈલ તેમજ અન્ય સામાન મળી કુલ ૧૧.૭૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ઝડપાયેલાં બન્ને આરોપીઓ રાકેશ ચંદ્રશેખર મંડલ (રહે. આદર્શ નગર, અંકલેશ્વર, મળ રહે, ભાગલપુર, બિહાર) તેમજ દિપકકુમાર સુબોધકુમાર સીંગ (હાલ રહે. આદર્શનગર અંકલેશ્વર, મુળ રહે. ભાગલપુર, બિહાર) અગાઉ ૨૦૨૨માં અંકલેશ્વરમાં યુનિયન બેન્કમાં ૪૪ શાખની લૂંટ કરવા સાથે પોલીસ પર ફાયરીંગ કરવાના કેસમાં ઝડપાયાં હતાં. તેઓ થોડા સમય પહેલાં જામીન પર છૂટયા હતાં. જે દરમિયાનમાં અંકલેશ્વરના સંતોષના કહેવાથી તેઓએ હેરોઈનની હેરાફેરી કરી હતી.
