Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુરમાં વહેલી સવારે વીજ ચેકિંગ, અંદાજે રૂ. ૪૮.૨ લાખની વીજ ચોરી ઝડપાઈ: વીજ ચોરોમાં હડકંપ

Share

ભરૂચ.

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં વીજ કંપની દ્વારા અચાનક અને સઘન વીજ ચેકિંગ અભિયાન હાથ ધરાતા વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની કુલ ૨૮ ટીમોએ ગામમાં પ્રવેશ કરી ઘરોઘર તપાસ શરૂ કરતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ, આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૨૬૭ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં ૪૦ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજ કંપનીએ આ ગેરરીતિઓને પગલે અંદાજે રૂ. ૪૮.૨ લાખની વીજ ચોરી બહાર કાઢી હોવાનું જણાવ્યું છે.

અચાનક થયેલા આ કડક ચેકિંગથી નબીપુરમાં વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ કંપનીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વીજ ચોરી સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર સારંગપુર, રાજપીપળા રોડની બાજુમાં આવેલ પાકીજા હોટલની પાછળથી જુગાર ધામ ઝડપાયું

ProudOfGujarat

વાપીના ડુંગરા સ્થિત તેજસ્વીની કંપનીમાં ગેરકાયદે બાયો ડિઝલનું વેચાણ કરવાનું રેકેટ એલસીબીની ટીમે પકડી પાડ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર લુપીન લિ.ના વાઈસ પ્રેસિડેન્ટને એ.પી.જે અબ્દુલ કલામ એક્સેલન્સ એવોર્ડ એનાયત થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!