Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 28 મા નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી કરાશે

Share

શ્રી શ્રી શ્રી 1008 મહાબલેશ્વર દ્વિતીય  પીઠાધીશ્વર સત્યાનંદગિરીજી  માતાજી  કથા નું રસપાન કરાવશે 
ભરૂચ.
ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 25  મી જાન્યુઆરીના રોજ મા નર્મદાજીની ભવ્ય જન્મ જયંતીની ઉજવણી કરાશે જેને લઇ ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમોના આજથી પ્રારંભ
ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવ નો આજથી પ્રારંભ શ્રી શ્રી  શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી 28 માં નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરાશે ત્યારે આજે દેવી ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ જેની પોથી યાત્રા ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરથી લઈ ઝાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત ફરી હતી
ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવમાં 25 જાન્યુઆરી નર્મદા જયંતીના દિવસે માં નર્મદાના ઘાટ ઉપર વિશેષ ખાતુ શ્યામ ની  પ્રતિમાનું નિર્માણ કરાશે જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે  ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ  જે કથા  18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ચાલનારી કથામાં દરરોજ બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી શ્રી શ્રી શ્રી 1008 મહાબલેશ્વર દ્વિતીય  પીઠાધીશ્વર સત્યાનંદગિરીજી  માતાજી  કથા નું રસપાન કરાવશે
સવા લાખ દિવડાની મહા આરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આકાશ બાજી નર્મદા મહાપૂજન 1008 નંગ સાડી અર્પણ મહા અભિષેક 52 ગજની ધજારોહન સહિતના વિવિધ કાર્યક્રમો આવનાર તારીખ 25 જાન્યુઆરી ને રવિવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે ભરૂચ નજીક ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે આજથી નર્મદા જયંતીની ઉજવણીનો પ્રારંભ થયો હતો જે ઉજવણીના ભાગરૂપે યોજાયેલ દેવી ભાગવત મહાપુરાણ કથાની પોથી યાત્રાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તો પોથી યાત્રામાં જોડાયા હતા
આવનાર તારીખ 25 જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા માતાની  જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે નર્મદા માતાની જન્મ જયંતી નિમિત્તે યજ્ઞ તેમજ દિવડા અને ફૂલોના આગવા શણગારનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ મંદિરને પણ ભવ્ય લાઇટિંગ થી સજાવટ કરવામાં આવ્યું છે આ સાથે  મહાસુદ સાતમને રવિવારના રોજ નર્મદા માતાની જન્મ જયંતી ઉજવણી
ભરૂચના ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર  અલખધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે વહેતી નર્મદા માતાની જન્મ જયંતી નિમિત્તે શ્રી શ્રી  શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલગ ગિરિજી મહારાજના પાવન સાનિધ્યમાં  દેવી ભાગવત કથા સંગીત સહિત આજથી કથાનો પ્રારંભ અને આવનાર 24  જાન્યુઆરીને રવિવારના રોજ કથા પૂર્ણાહુતી તથા  25 જાન્યુઆરી ને રવિવાર મા નર્મદાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે  દેવી ભાગવત કથાની  પોથીયાત્રા યોજાઇ હતી  જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા

Share

Related posts

રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી રદ થવાના વિરોધમાં ભરૂચમાં આવેદનપત્ર, તબક્કાવાર આંદોલનની જાહેરાત

ProudOfGujarat

આમોદ પોલીસ સ્ટેશન વિસ્તાર ની બાઈક ચોરી નાં આરોપીને દાહોદ પોલીસની મદદથી ઝડપી પાડવામાં મળેલી સફળતા.

ProudOfGujarat

બનાસકાંઠા શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં મંદિરમાં ગર્ભગૃહમાં વીઆઈપી દર્શન કરાયા બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!