Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 100 મહિલા પોલીસકર્મીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો ત્રીજો ડોઝ અપાયો

Share

કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા સિકલસેલ, ડાયાબિટીસ સહિતના રોગોની પણ જાણકારી આપી
ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક અક્ષય રાજ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓના આરોગ્ય સુરક્ષા અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મહિલા પોલીસકર્મીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને ગંભીર રોગોથી બચાવ માટે યોજાયેલ અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 100 મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવામાં આવી હતી. તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ તમામને રસીનો ત્રીજો અને અંતિમ ડોઝ આપવામાં આવ્યો હતો. અગાઉ પ્રથમ અને બીજો ડોઝ અનુક્રમે જુલાઈ અને સપ્ટેમ્બર 2025માં આપવામાં આવ્યા હતા. મહિલાઓના આરોગ્ય અને પોષણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને, કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત ડૉક્ટરો અને તજજ્ઞો દ્વારા હાયપરટેન્શન, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, એનિમિયા તથા સિકલસેલ જેવા રોગો અંગે માહિતી અને જાગૃતિ પણ આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસને મહિલા પોલીસકર્મીઓના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બકરી ઈદના પર્વ નિમિતે જાહેર કે ખાનગી સ્થળે પશુઓની કતલ ન કરવ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડયુ : કાયદાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અપીલ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં જોલી ગામનાં તળાવ નજીક બે કારમાં વિદેશી દારૂ સાથે 4 બુટલેગરને LCB પોલીસે ઝડપી લઈને કુલ રૂ.8,55,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રવિવારે ૬૭ ગ્રામ પંચાયતમાં મતદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!