Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસની ભાવભીની ઉજવણી

Share

1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરાયું
ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામમાં સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાના સ્મૃતિ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 18 જાન્યુઆરીએ ઉજવાતો આ દિવસ સંસ્થાના આધ્યાત્મિક ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠી તથા ધ્યાન સાધનાના કાર્યક્રમો યોજવામાં આવે છે. તે અંતર્ગત ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના મુખ્ય દિવસે, એટલે કે 18 જાન્યુઆરીના રોજ, વહેલી સવારથી જ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનો તથા મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આખો દિવસ યોગ તથા ધ્યાન દ્વારા બ્રહ્માબાબાને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.આ વિશેષ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ (રાજસ્થાન) સ્થિત જ્ઞાન સરોવરનાં ડાયરેક્ટર પ્રભાદિદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉર્જા અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. સ્મૃતિ દિવસની ઉજવણી દ્વારા આત્મિક શાંતિ, સેવા અને આત્મપરિવર્તનનો સંદેશ વધુ મજબૂત થયો હોવાનું ઉપસ્થિત ભાઈ-બહેનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ-ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે કાર્યવાહી-251 શટલ રીક્ષા કરી ડિટેઇન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા શુકલતીર્થ મેળામાં કાનુની જાગૃતિ માટે પુસ્તિકાઓનું વિતરણ

ProudOfGujarat

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે અમેરિકામાં રચ્યો ઈતિહાસ, પહેલી શીખ મહિલા જજ બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!