Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ₹6 લાખના માર્ગ વિકાસ કાર્યનું લોકાર્પણ

Share

સ્થાનિક નગર સેવકોની ગ્રાન્ટમાંથી કામગીરી કરાઇ હતી
 
ભરૂચ :
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 1 વિસ્તારમાં સ્થાનિક નગર સેવકોની ગ્રાન્ટમાંથી પૂર્ણ થયેલા વિકાસ કાર્યનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પશ્ચિમ ભરૂચના વિકાસને ધ્યાનમાં રાખીને પાર્ક રિયાઝ પાર્કથી ઇમરાન પાર્ક તરફ જતા રસ્તા પર રૂપિયા 6 લાખના ખર્ચે બ્લોક પેવર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વિકાસ કાર્યનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ, સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠી સહિત કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ નગર સેવાસદનના અધિકારીઓ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પશ્ચિમ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સહયોગ ચાલુ રહેશે. માર્ગ સુધારાના આ કાર્યથી સ્થાનિકોને આવન-જાવનમાં સુવિધા મળશે અને વિસ્તારના માળખામાં સુધારો થશે.

Share

Related posts

ભરૂચ જીલ્લા ના સીંધોત ગામ નજીક ની સિમમાં  મધમાખીના ઝુંડે ત્રણ જેટલા લોકો પણ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા …..

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં SIRની કામગીરી સંદર્ભે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ બેનરોને કેટલાક ભાંગફોડીયા તત્વોએ ફાડી કાઢતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી લોકોને આવા તત્વોથી દૂર રહેવા કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!