Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બેકાબુ બનેલાં ડમ્પરે કાર, રીક્ષા, મોપેડને અડફેટમાં લીધી : મોપેડ ચાલકનું મોત

Share

ભરૂચ તાલુકાના કંથારિયા ગામે સવારના સમયે બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

 

ભરૂચ તાલુકાના કંથારિયા ગામ પાસે રવિવારે સવારના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ચાલકે સ્ટિયરીંગ પરનું કાબુ ગુમાવતાં તેણે એક રીક્ષા, કાર તેમજ મોપેડ ચાલકને અડફેટમાં લેતાં ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં પાંચથી વધુ લોકોને ઇજાઓ થઇ હતી. જ્યારે બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યુંં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચના ભોલાવ ગામમાં આવેલાં ડેરા તલાવડી વિસ્તારમાં રહેતાં અજય ગોવિંદ રાઠોડ તેમની પત્ની સોનલ તેમજ સાસુ શારદા સંજય રાઠોડને રીક્ષામાં ભોલાવથી દેરોલ ગામે લઇ જઇ રહ્યાં હતાં. તેઓ કંથારિયા ગામે દલાલ સ્ટ્રીટ પાસે પહોંચ્યાં ત્યારે એક ડમ્પર ચાલકે કોઇ કારણસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેણે તેમની રીક્ષાની ટક્કર મારતાં રીક્ષા પલટી ગઇ હતી. જોકે, ડમ્પર ચાલક હજી વાહન પર કાબુ નહીં મેળવી શકતાં તેણે એક કાર અને મોપેડને પણ અડફેટમાં લઇ લેતાં ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે નજીકમાં ઉભેલાં લોકો સ્થળ પર દોડી ગયાં હતાં. બીજી તરફ વાત ગામમાં પ્રસરતાં મોટી સંખ્યામાં લોકો બનાવની જગ્યાએ એકત્ર થઇ ગયાં હતાં. લોકોએ યેનકેન પ્રકારે ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાઇ ગયાં હતાં. ઘટનાને પગલે 108માં તેમજ ભરૂચ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતાં તેઓ તુરંત સ્થળ પર ધસી આવ્યાં હતાં.

અકસ્માતમાં મોપેડ ચાલકનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. જ્યારે અજય ગોવિંદ રાઠોડ, સોનલ અજય રાઠોડ, શારદા સંજય રાઠોડ, ચેનત દિનેશ, અરૂણ અરવિંદ રાઠોડને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, અકસ્માત સર્જનારા ડમ્પર ચાલક બનાવની જગ્યાએથી નાસી છુટ્યો હતો. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી હતી.


Share

Related posts

હેપ્પી ભાગ જાયેગીએ 9 વર્ષ પૂર્ણ કર્યા: આનંદ રાય અને કલર યલોની તાજગીભરી રોમેન્ટિક કોમેડી સાબિત કરે છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી.

ProudOfGujarat

સુરતમાં પાલિકાના આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડયાં : 8 મહિનાની બાળકીનું મોત.

ProudOfGujarat

કરજણ ડેમ રુલ લેવલ થી પાર થતા 15560 ક્યુસેક પાણી છોડાયું, કરજણ નદી કાંઠાના ગામોને સાબદા કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!