Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓનલાઈન ટોકન વિના દરિયામાં બોટ લઈ જનાર માછીમાર સામે કાર્યવાહી

Share

દહેજમરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરૂચ

Advertisement

 

દહેજ મરીન પોલીસ મથકનો સ્ટાફ લુવારા નર્મદા જેટી ખાતે બોટ ચેકિંગની કામગીરી કરતાં હતાં. દરમિયાનમાં દરિયામાંથી એક બોટ માછીમારી કરી પરત આવતી હોઈ તેની ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. મહાકાલી નામે રજીસ્ટ્રેશન થયેલી બોટમાં હાજર ટંડેલ પાસે તેના બોટનું વાયસન્સ તેમજ ઓનલાઈન એન્ટ્રી ચેક કરતાં ટંડેલએ માત્ર તેનું લાયસન્સ રજૂ કર્યું હતું. બોટની ઓનલાઈન એન્ટ્રી કર્યાની વિગત રજૂ કરી ન હોવાથી તેનું નામઠામ પુછતાં તેનું નામ રણજીત ગોબરભાઈ રાઠોડ (રહે. લુવારા, દેવ ફળીયું, વાગરા) હોવાનું જણાવ્યું હતું. ટીમે તેની બોટમાં તપાસ કરતાં માછીમારી કરવાનો સામાન તેમ જાળી મળી આવી હતી. જોકે અન્ય કોઈ ગેરકાયદે ચીજવસ્તું તેની પાસે મળી ન હતી. ટંડેલ રજાજન રાઠોડે પોતાની બોટ ઓનલાઈન ટોકન લીધા વિના દરિયામાં માછીમારી કરવા માટે લઈ ગયો હોઈ તેની સામે ગુજરાત મત્સ્યોધ્યોગ નિયમો ૨૦૦૩ના નિમય ૭૮૪) નો ભંગ કરવા સબબ તેમજ ગુજરાત મત્સ્યોધ્યોગ (સુધારા) વટહુકમની કલમ ૧(૧)ચ હેઠળ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.

ProudOfGujarat

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

રાજપીપલામાં હેલ્પ ગ્રુપ અને વન વિભાગે ઉત્તરાયણના દિવસે 10 જેટલા કબુતરોના જીવ બચાવ્યા,એક નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!