Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના લુણા ગામે તળાવની પાળ પર ગેરકાયદે માટીખનન ઝડપાયું

Share

વાલિયા તાલુકાના લુણા ગામની સીમમાં તળાવની પાળ ઉપર સાદી માટીનું ગેરકાયદેસર રીતે ચાલતું માટી ખનન ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું હતું.

વાલિયા તાલુકાના લુણા ગામના જાગૃત આગેવાન વીનેશ રવીયાભાઈ વસાવાને ગામની સીમમાં આવેલ તળાવની પાળ પર માટી ખનન ચાલી રહ્યું છે.અને ગામમાં બનાવેલ આર.સી.સી.માર્ગની બાજુમાં કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી નાખવામાં આવી રહ્યું છે.જેને લઈ તેઓ સ્થળ પર આવી જોતા માટી ખનન જોવા મળતા તેઓએ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જાણ કરતા ખાણ ખાણીજના રોયલી ઇન્સપેક્ટર અને સર્વેયર સ્થળ પર દોડી આવ્યા હતા.અને સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એક જેસીબી અને ટ્રેક્ટર પકડી જરૂરી કાગળો માંગતા કોઈ પણ જાતના પુરાવા રજૂ નહીં કરતા ખાણ ખનીજની ટીમે બંને વાહનો સિઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે જાગૃત નાગરિકે જેસીબી મશીનના ચાલકને માટી કોના કહેવાથી ખોદી રહ્યા છો તો તેણે સરપંચના કહેવાથી માટી ખોદી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વાલિયા તાલુકામાં સરકારનો કપાસ લેવાના ધોરણોમાં તઘલખી નિર્ણય બદલવા કોંગ્રેસ પ્રમુખ સહિતની મામલતદાર સમક્ષ રજૂઆત…

ProudOfGujarat

અંકલેશ્વર નોબેલ માર્કેટમાં ઉદઘાટન તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમન બાદ પી.યુ.સી કઢાવા રાજપીપળામાં વહેલી સવારથી લાંબી લાઈનો લાગી રહી છે.વાંચો અહેવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!