Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: ગંગા જમના સોસાયટીમાં બેકાબુ કાર દીવાલ તોડી ઘરમાં ઘુસી ગઈ, મોટી જાનહાની ટળી

Share

 

અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં બેકાબુ કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કારચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા વાહન સોસાયટીની દિવાલ તોડી સીધું ઘરમાં ઘૂસી ગયું હતું, જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.મળતી માહિતી અનુસાર બેકાબુ બનેલી કારે રસ્તા પર ઉભેલી અન્ય એક કારને પણ અડફેટમાં લીધી હતી. અકસ્માતની ગંભીરતા જોતા મોટી જાનહાનીની ભીતિ સેવાઈ હતી પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.અકસ્માતના પગલે સોસાયટીના રહીશો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં મકાનની દિવાલ તેમજ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ખોટા દસ્તાવેજ બનાવી પી એફ ના ૧૬ લાખ ઉપરાંત ના નાણાંની ઉચાપત કરનાર  ભેજાબાજો સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે…….

ProudOfGujarat

વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં અમીછાંટણા–વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!