Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગુંજશે મા મોઢેશ્વરીનો જયજયકાર: ૩૧મીએ ભવ્ય ૨૬મો પાટોત્સવ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન

Share

ભરૂચ: ભરૂચના લિંક રોડ સ્થિત શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના સાનિધ્યમાં આગામી તા. ૩૧/૦૧/૨૦૨૬, શનિવાર (મહા સુદ તેરસ) ના રોજ ૨૬મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ મહોત્સવની પૂર્વસંધ્યાએ તા. ૩૦ જાન્યુઆરીના રોજ રાત્રે ૯ થી ૧૧ કલાકે શ્રી મોઢેશ્વરી ભવન ખાતે ‘આનંદનો ગરબો’ યોજાશે, જે ભક્તિમય માહોલની શરૂઆત કરશે.


પાટોત્સવના મુખ્ય દિવસે સવારે ૭:૩૦ કલાકે માતાજીની આરતી અને કેક કટિંગ સાથે ઉજવણીનો પ્રારંભ થશે. બપોરે ૩:૩૦ કલાકે હિતેશનગર મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે, જેમાં શિનોરની પ્રખ્યાત બેન્ડ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર બનશે. આ યાત્રા સિવિલ રોડ અને શક્તિનાથ થઈ લિંક રોડ પર આવેલા શ્રી નારાયણ બાપુના આશ્રમે પહોંચશે. સાંજ પડતા જ ધાર્મિક વિધિઓનો દોર શરૂ થશે, જેમાં ૪:૩૦ કલાકે હવન અને ૬:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે. સાંજે ૭:૦૦ કલાકે દિવ્ય મહાઆરતી બાદ ૭:૩૦ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ભક્તિસભર અવસરમાં સહભાગી થવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામ પાસે મહિલાની હત્યા પોતાનાં સગાભાઈ દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રવિવારે ૩૭ કેન્દ્રો પર ૧૦૮૪૨ ઉમેદવારો તલાટી ભરતીની પરીક્ષા આપશે

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં આવતીકાલે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!