Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લામાં આવતીકાલે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

Share

ગુગલ મીટના માધ્યમથી મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર વિષયક માર્ગદર્શન અપાશે

પંચમહાલ જીલ્લામાં રોજગાર કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત આવતીકાલે તા.૩ ઓગસ્ટ, ૨૦૨૦ ના સોમવારે મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે તેજ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવાયું છે. આ મહિલા દિવસે નિષ્ણાંતો દ્વારા રોજગારી, સ્વરોજગારી ની તકો અને તેના માટેની તૈયારી અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર માત્ર મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે. કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેમીનાર ગુગલ મીટના માધ્યમથી ઓનલાઈન યોજવામાં આવશે. આ સેમીનાર માં જોડાવવા માટે સૌ પ્રથમ મહિલા ઉમેદવારોને પોતાના મોબાઈલ માં ગુગલ મીટ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહશે. આ સેમીનારમાં જોડાવવા માટે meet.google.com/nse-tcbw-qto લીંકનો ઉપયોગ કરી આવતીકાલે તા. ૦૩/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૨.૩૦ થી ૩.૩૦ કલાક દરમિયાન મોબાઈલ ઉપર ઓનલાઈન થવા યાદીમાં અનુરોધ કરાયો છે. ઉપરોકત લીંક પર પાંચ મિનીટ પહેલા ક્લિક કરી ASK TO JOIN પર ક્લિક કરવાથી લાઇવ ઓનલાઈન સેમીનારમાં જોડાઈ શકાશે.

Advertisement

રાજુ સોલંકી:- પંચમહાલ


Share

Related posts

દવાખાનું ન ચાલતું હોવાથી ડૉક્ટરે શરુ કરી કાર ચોરી રાજ્યમાંથી 250 કાર ચોરીને વેચી પણ નાંખી

ProudOfGujarat

માંગરોળની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!