Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા કલેકટરની ઉપસ્થિતમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કરાયું

Share

ભરૂચના આમોદ તાલુકા મથકે રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાશે

ભરૂચ

Advertisement

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રેવા સુગર ગ્રાઉન્ડ, મોજે.ભીમપુરા, તા.આમોદ, જિ.ભરૂચ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ,ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું કલેકટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં મોજે.ભીમપુરા, તા.આમોદ ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં કલેકટરએ જિલ્લામાં આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું અને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/ અધિકારીઓ, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.સાથોસાથ વન્દે માતરમની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે તેનું કાર્યક્રમ સ્થળે ગાન કરવામાં આવનાર છે.
વધુમાં તેમણે પ્રજાસત્તાક દિન નિમિતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા તથા સરકારી અર્ધસરકારી, સંસ્થાના અધિકારીઓ/કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતાને સહયોગ મળી રહે તે અંગે અપીલ કરવામાં કરી હતી.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર,  જંબુસર પ્રાંત અધિકાર, નાયબ પોલીસ અધિક્ષક સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

ડાકોરમાં ભગવાનની ૨૫૧ મી રથયાત્રા નીકળી, 3 રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા

ProudOfGujarat

આજરોજ અંકલેશ્વર શહેરમાંથી બે આંતરરાજ્ય કુખ્યાત ગેગસ્ટરો ઝડપાતા ભરૂચ પોલીસનું મોટું ઓપરેશન પાર પડ્યું હતું.

ProudOfGujarat

સુરત : ત્રણ અજાણ્યા શખ્સોએ પૈસા જમા કરાવી રહેલા વ્યક્તિ પાસેથી લુંટી લીધા લાખો રૂપિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!