Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇકો કાર ચોરો પોલીસના જાળમાં ફસાયા, બે આરોપીઓની ધરપકડ

Share

 

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઇકો કાર ચોરીના કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ભરૂચ શહેર, નબીપુર તથા પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલી તમામ ઇકો કારો રિકવર કરી છે.

Advertisement

આ કેસમાં મકતમપુર વિસ્તારમાં રહેતા રફીયુદીન સમશુદીન સૈયદે 19 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 1 જાન્યુઆરીની રાત્રે મીરા ઓટો કન્સલ્ટ નજીક પાર્ક કરેલી તેમની ઇકો કાર અજાણ્યા ચોરો લઈ ગયા હતા.

ફરિયાદ બાદ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ચોરાયેલી ઇકો કાર ભોલાવ કોલેજ રોડ પર જેપ્સન કંપની પાસે થી શીતલ સર્કલ તરફ પસાર થવાની છે. આ આધારે પોલીસે વિસ્તારમાં વોચ ગોઠવી કારને અટકાવી તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ વસીમ ઈરફાનભાઈ મલીક (રહે. પાલેજ) અને રીયાઝખાન શકીલખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. બંનેએ મીરા ઓટો કન્સલ્ટ પાસેથી ઇકો કાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, નબીપુર ચોકડી બ્રિજ નીચે તેમજ પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ ઇકો કારોની ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું.

આરોપીઓની સૂચનાના આધારે પોલીસે ચોરાયેલી તમામ ઇકો કારો, એક અલગ પડેલી ઇકો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બર્ગમેન મોપેડ મળી કુલ અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલ હવાલે કર્યા હોવાનું જણાવ્યું છે.


Share

Related posts

ભરૂચ : ઐતિહાસિક એવાં કોટ ટાવર વિસ્તારમાં નદી કાંઠે મકાનને અડીને આવેલ દિવાલ ધરાશાયી થઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓને અગ્રતાના ધોરણે રિપેર કરાયા

ProudOfGujarat

ખેડૂતો લાલઘૂમ : ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી પાક નુકશાનીના વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!