Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેતરમાં ઘુસેલા પશુઓનો વિડિયો ઉતારતા હોટલ માલિક પર હુમલો

Share

વડદલા ગામના ખેતરમાં બનેલી ઘટનાએ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જ્યો
ભરૂચ
ભરૂચની ન્યાયમંદિર હોટલના માલિક પર ભરવાડ સમાજના કેટલાક ઇસમોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ મકતમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખેતરમાં ઘુસેલા પશુઓનો પુરાવો મેળવવા માટે વિડિયો ઉતારતા સમયે આ ઘટના બની હતી, જેનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ભરૂચમાં આવેલી ન્યાયમંદિર હોટલના સંચાલક ધર્મસિંહ રાજપૂત વડદલા ગામે આવેલ પોતાના ખેતરમાં મુલાકાત લેવા ગયા હતા. ત્યાં પહોંચતાં જ તેમને પોતાની જમીનમાં ગાયો, ભેંસો અને બકરાં ઘુસેલા જોવા મળ્યા હતા. જમીનમાં થયેલી ઘુસણખોરીનો પુરાવો મેળવવા માટે તેમણે મોબાઇલમાં વિડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. આ સમયે હિતેશ ભરવાડ સ્થળ પર આવી વિડિયો ઉતારવા બાબતે વાંધો ઉઠાવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ધવલ ભરવાડે ખેતર માલિકને પકડી રાખી તેમનો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હોવાનો આરોપ છે. બંને ઇસમોએ મળીને ધર્મસિંહ રાજપૂત પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ધર્મસિંહ રાજપૂતને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ સમગ્ર ઘટના ખેતર માલિકના પોતાના જ ખેતરમાં બની હતી. આ મામલે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધર્મસિંહ રાજપૂતે અગાઉ પણ ત્રણથી ચાર વખત તેમના પર હુમલાની ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે અને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરાયો.

ProudOfGujarat

વેજલપુર બહુચરાજી મંદિરે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં જનમેદની ઉમટી

ProudOfGujarat

પનાર સરકારી માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!