આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન–3 નું આયોજન આદિવાસી સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં રહેલા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ખોચબલ અને ઉમરાજ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાજ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે હળદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સતીષ વસાવા, તેમજ સભ્યો નવીનભાઈ, સુરેશભાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા નો ભાવ વધુ મજબૂત બન્યો હતો.
Advertisement
