Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કસક ગરનાળામાં ટ્રક ફસાઈ, વાહન ચાલકો અટવાયાં

Share

કસક સર્કલ પાસે એંગલ લગાવવાની કવાયત ચાલી રહી છ

 

Advertisement

ભરૂચ શહેરના કસક ગરનાળામાં મોટા વાહનો પસાર થઈ શકે તેમ ન હોવાને કારણે મોટા વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, ક્યારેક ક્યારેક જીપીએસના કારણે તો ક્યારેક વાહન ચાલક પોતાના મનથી ગળનાળા નીચેથી પસાર થવાનો પ્રયાસ કરતાં હોય છે.જેના કારણે કેટલીયે વાર ગરનાળામાં વાહનો ફસાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં કરે છે. કેટલીક વાર દરસપ્તાહે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે કસક ગરનાળાના બન્ને તરફ મોટાવાહનોને રોકવા માટે એન્ગલ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી દરમિયાનમાં કસક સર્કલ તરફ એક તરફ એન્ગલ બેસાડવા માટે રોડની બન્ને તરફ ખોદકામ કરી દેવાયું છે. ત્યારે ગુરુવારે પુન: એક ટ્રકચાલકે તેની ટ્રક ગરનાળામાં ઘુસાવી દેતાં તેની ટ્રક અધવચ્ચે ફસાઈ ગઈ હતી. જેના કારણે બન્ને તરફ ભારે ટ્રાફિક સર્જાયો હતો. કેટલાંક વાહન ચાલકોએ રોંગસાઈડથી વાહનો કાઢવાને કારણે સમસ્યા વધુ વિકટ બની હતી. જોકે, બાદમાં ટ્રાફિક જવાનોએ દોડી આવી વાહનોને દૂર કરી યેનકેન કરી ટ્રકને પાછી કરતાં આખરે વાહન વ્યવહાર પુનઃ કાર્યન્વિત થયો હતો.


Share

Related posts

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

પંચમહાલ અને મહિસાગરમા ભારે વરસાદ, પાનમડેમ અને કડાણા ડેમમાથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે

ProudOfGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું મંદિરના પ્રાંગણમાં ભગવાનનું મામેરુ પાથરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!