Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં જાહેરમાં જુગાર રમતાં ૮ ઝબ્બે : ૩૨ હજારનો મુદ્દામાલ જપ્ત

Share

સોનતલાવડી ઝૂપડપટ્ટી પાછળ જાહેરમાં મહેફીલ જમાવી હતી

। ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેરના સોનતલાવડી ઝૂપડપટ્ટીની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એ ડિવિજન પોલીસને મળી હતી જેના પગલે એ ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર દોડી જઈ દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે જુગાર રમતાં ૮ જુગારિયા વિજય નિરંજન મારવાડી, બપ્પી અર્જુન મિશ્રા, જીજ્ઞેશ મનુ દેવીપુજક, અમિત રમેશ વસાવા, અજય વિનોદ વસાવા, ભરત સુનિલકુમાર ચોપડા, સોયેબ મુનાફ સૈયદ તેમજ નસરૂદ્દીન મુનાફ સૈયાદને પોલીસે દબોચી લીધો હોત. તેમની પાસેથી ૨૦ હજારની મત્તાના ૪ મોબાઈલ તેમજ દાવપર લાગેલા અને અંગઝડતીમાંથી કુલ ૧૨ હજારથી વધુની રોકડ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃ PM મોદી

ProudOfGujarat

એકતાનગર ખાતે યોજાઈ રહેલી ૧૦ મી ચિંતન શિબિરનો આરોગ્ય વન ખાતે યોગાભ્‍યાસથી બીજા દિવસનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીનાં ઉપ સરપંચ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!