Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શનિવારે ૧૭૭૧૬ છાત્રો ૬૪ કેન્દ્ર પર કેટની પરીક્ષા આપશે

Share

વિવિધ પ્રકારની સ્કોલરશીપ યોજના અંતર્ગત કસોટી લેવાશે

 

Advertisement

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શનવારે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ૬૪ કેન્દ્ર પર ૧૭૭૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણવિભાગ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધો. ૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે આવતીકાલે ૩૧મી જાન્યુઆરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી( કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પરીક્ષા યોજાનાર છે. ધો. ૧થી ૫ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સીઈટી પરીક્ષામાં રાજ્યકક્ષામાં મેરીટમાં આવ્યૉ હોય તેવા ૩૦ હજાર બાળોકોને ધો. ૬થી ૮ માટે શિષ્યવૃત્તી મળવા પાત્ર હોય છે. ત્યારે જિલ્લામાં પરીક્ષાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ૬૪ કેદ્રો પર ૬૧૬ બ્લોકમાં અંગ્રેજી વિભાગના ૮૮૪ તેમજ ગુજરાતી વિભાગના ૧૬૮૩૨ મળી કુલ ૧૭૭૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરિક્ષા દરમિયાન ૬૪ કેન્દ્ર સંચાલક, ૬૪ વહિવટી મદદનીશ, ૬૪ કલાર્ક કમ ટેક્નિશિયન-૬૧૬ ખંડ નિરીક્ષક, ૬૯ સુપરવાઈઝર, ૬૪ કર્મચારીઓ સેવક તરીકે કામગીરી કરશે. તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી-હિન્દી વિષય પર ૩૧મી જાન્યુઆરીએ બપોરના એકથી ૩:૩૦ વાગ્યા સુધી પરીક્ષા લેવાશે.


Share

Related posts

ભરૂચ તાલુકાના કેલોદ ગામ વિસ્તારમાં માટીનું ખોદકામ કરવાથી ખેડૂતોને નુકશાન થવાની સંભાવનાના પગલે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

“રોહિત શર્માએ ધ કાશ્મીર ફાઇલ્સને અલગ અને અનોખું સંગીત આપીને ફિલ્મને ઘણો ન્યાય કર્યો છે”.

ProudOfGujarat

બી.ટી.પી ના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ગઠબંધનનનો રાજકીય ધારણા પર પૂર્ણવિરામ.જોકે હજી પણ કોઈ પણ રાજકીય ખેલ થાય તેવી સંભાવના ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!