Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાઈ સાથે દારૂ પિનારના પરિવારને કહેવા ગયેલાં બહેન-માતા પર હુમલો

Share

વાગરાના ત્રાંકલ ગામે બનેલી ઘટના, પોલીસે ગુનો નોંધ્યો

ભરૂચ

Advertisement

વાગરા તાલુકામાં આવેલાં ત્રાંકલ ગામે નવી નગરી ખાતે રહેતાં માયાબેન કાલીદાસ વસાવા તેના પિતા ગુજરી ગયાં બાદ તેના બે ભાઈઓ તેમજ માતા સાથે રહે છે. ગઈકાલે રાત્રીના સમયે તે થરે હતી તે વેળાં તેનોમોટો ભાઈ વિરેન્દ્ર દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો, જેથી તેણે તેને ઠપકો આપી તું કોની સાથે દારૂ પીવે છે તેમ પુછતાં તેણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રસિંહ સાથે તેણે દારૂ પિધો હતો. જેથી તેના બીજા ભાઈ ધવલે સુરેન્દ્રસિંહ છત્રસિંહ યાદવને ફોન કરતાં તેના પુત્ર હરદિપસિંહે ફોન ઉપાડયો હતો.

જેથી ધવલે તેને જણાવ્યું હતું કે, તારા પપ્પાને અગાઉ પર જણાવ્યું હતું કે, મારા ભાઈને તમારી સાથે નહીં રાખવાનો તેમ છતાં તે તેને થઈ જાય છે. જેના પગલે હરદિપસિહે ઉશ્કેરાઈ જઈ તારો ભાઈ જાતે જ અમારી પાસે આવે છે અમે નથી બોલાવતાં તેમ કહીં તેમની સાથેતકરાર કરી હતી. દરમિયાનમાં માયા અને તેની માતા સુરેન્દ્રના ઘરે કહેવા જતાં તેઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં હરદીપે તેમને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી માયાની માતાને તમાચા મારી દીધાં હતાં બનાવને પગલે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર ના વિમલ પારસ ધર્મ સ્થાને પ્રવચન માળા…

ProudOfGujarat

પાનોલી કેમીકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ…

ProudOfGujarat

ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા અને હવે પોતે.. : નીતિન પટેલે આપ્યું એવું નિવેદન કે આપ પાર્ટી ભડકશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!