Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા અને હવે પોતે.. : નીતિન પટેલે આપ્યું એવું નિવેદન કે આપ પાર્ટી ભડકશે..

Share

આપ ના નેતાઓ પર થયેલા હુમલા વિશે એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, દરેક રાજકીય પક્ષ રેલી કરે ત્યારે કાળા વાવટા ફરકાવે એ બધાએ જોયું છે. અમારી સામે પણ નજીકના ભૂતકાળમાં આ લોકો કે આવા વિરોધીએ વિરોધ નોંધાવ્યો હતો. અમે શાંતિપૂર્વક સામનો કર્યો હતો, કોઈ વિરોધ દર્શાવે તો શાંતિથી કરવા દેવો જોઈએ.

તોફાની તત્વો કે જેમને પહેલા તોફાનો કર્યા છે, અમારા નેતા પર ચપ્પલ ફેંકી છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરી છે. તેમને હવે એનો સામનો થયો છે પણ તે યોગ્ય નથી. અમે કોઈ પણ પ્રકારની હિંસાને ઉત્તેજન કે સમર્થન આપતા નથી. અમદાવાદમાં 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

Advertisement

વસ્ત્રાપુર, બોડકદેવ, ગુલબાઈ ટેકરા, મેમનગરમાં નિર્મિત બહુમાળી આવાસોનું લોકાર્પણ આજે લોકાર્પણ કરાયું, જેમને 152 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવે છે. આ પ્રસંગે આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે વાત કરી આડકતરી રીતે આપ પર પ્રહાર પણ કર્યાં હતા. તેમણે કહ્યુ કે, મને પણ મીડિયાથી આ બનાવની ખબર પડી. મને મળેલી માહિતી પ્રમાણે સોમનાથ વેરાવળમાં આપના નેતાઓનો વિરોધ બ્રહ્મ સમાજે કર્યો હતો. તેમના નેતાની ભૂતકાળમાં હિન્દૂ સમાજ સામેની ટિપ્પણી હતી. તેનો એ સમયે વિરોધ કરાયો હતો. એમને દર્શન કરતા અટકાવ્યા હતા, જે મીડિયામાં પણ આવ્યું હતું. આપના એ નેતાએ સાધુ સંતોના અપમાન બદલ માફી માંગી હતી. એટલે એ પ્રકરણ ત્યાં જ પૂર્ણ થયું હતું. પણ ગઈકાલે આ લોકો પ્રવાસમાં નીકળ્યા હતા. વિસાવદરના બ્રહ્મ સમાજ અને કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લામા બીટીપીએ CAA અને NRCના વિરોધમાં આપેલ બંધના એલાનને ડેડીયાપાડા સહિત વિસ્તારોમાં ભારે પ્રતિસાદ મળ્યો.

ProudOfGujarat

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બે જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

ઉમરપાડાના ઉંમરગોટ ગામે 70 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!