Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હજીરા દ્વારા હાંસોટના રોહીડ ગામ ખાતે ઓઈલ પાઇપ લાઇનમાં ભંગાણમાં આગની મોકડ્રીલ હાથ ધરવામાં આવી

Share

 

ભરૂચ 

Advertisement

 

ભરૂચ જિલ્લાના હાંસોટના રોહીડ ગામ ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હજીરા દ્વારા પશ્ચિમ ક્ષેત્રની પાઈપલાઈન આમોદ- હજીરા પાઈપલાઈન પર લેવલ-III ઓફસાઈટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. ઓઈલ પાઇપ લાઇનમાં ભંગાણ સર્જવાના કારણે આગ ભભૂકી ઉઠતા આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ મોકડ્રીલ કટોકટીની સજ્જતા ચકાસવા માટે હાથ ઘરવામાં આવી હતી.

             સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બૂઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ન આવતા અંતે વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુઘટર્ના અંગે જાણ થતાં જ અધિકારીશ્રીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા.

             ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ‌ એક મોકડ્રિલ હતી જેને ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

          આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં હોમગાર્ડ, એનસીસી, એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રીસ્પોન્ડર ટીમો, ફર્સ્ટ એઇડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્કયૂ પાર્ટી એ ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી.

      ઘટના સ્થળથી  કામદારોને ઇવેક્યૂએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે વધુ જખ્મી કામદારોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવા આવી હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બૂઝાવવાની કામગીરી કરતા સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઇ હતી. 

                આ ઓફસાઈટ મોકડ્રિલનો હેતુ સંભવિત અકસ્માતની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, ઝડપી મદદ અને રાહત- બચાવના પગલાંઓ ભરી કઇ રીતે જાનહાનિને ટાળી શકાય તથા તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવાનો હતો. મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

   મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં  મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.

          આ તકે,  મહેશ સુતરીયા, નાયબ મામલતદાર હાંસોટ, શ્રી વારિસ ખડિયાલી ડીપીઓ ભરૂચ,  પી કે રાઠોડ પીએસઆઈ હાંસોટ અને  એચ ટી પટેલ, કાર્યપાલક ઈજનેર જીપીસીબી ભરૂચ સહિત ગેઈલ, ઓએનજીસી, જીએસપીએલ, આરઆઈએલ, પીઆઈએલ, ઓપીએલ વગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ  ડી બી ગણવિત, સ્ટેશન-ઇન-ચાર્જ, આઇઓસીએલ હજીરા દ્વારા મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ભરૂચ : તવરા ગામનાં રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી*

ProudOfGujarat

રાજપીપળા : સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!