Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ કોર્ટના પડતર કેસમાં મધ્યસ્થીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી

Share

 

 

Advertisement

 ભરૂચ

નાલસાએ મિડિયેશન અને કંસીલીએશન પ્રોજેકટ કમીટી સાથે મળીને (મિડીયેશન ફોર ધ નેશન‘) અન્વયે ૯૦ દિવસની મિડિયેશન ડ્રાઈવ બનાવેલ છે. આ યોજના અંતર્ગત ભારતની તમામ તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ તથા હાઈકોર્ટમાં મિડીયેશન ઘ્વારા પડતર કેસોનો મધ્યસ્થીકરણથી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવાના છે. ઉક્ત અભિયાન તારીખ ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ થી શરૂ થયેલ છે અને વધુમાં વધુ કેસોને કોર્ટ માંથી મિડીયેશનમાં રિફર કરવાના રહેશે જેથી તમામ પક્ષકારોને જણાવવાનું કે, તેઓના પડતર કેસ કે જે સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે, વૈવાહીક વિવાદના કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલું હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ સમાધાન થાય અને તકરારનો સમાધાનથી સંપુર્ણપણે અંત થાય તે માટે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકવાના પ્રયત્નો કરવામાં આવનાર છે.

         નામદાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ- શ્રી સુર્યકાંત તથા ન્યાયમુર્તિ વિક્રમનાથ સાહેબ, કારોબારી અધ્યક્ષ, નાલસા નાઓના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરીત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવેલ છે. તેથી સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડીયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લવવાનાં પ્રયત્ન કરવા માટે સંપુર્ણ સહકાર આપવા સમગ્ર જનતાને આ મધ્યસ્થીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે.

         મધ્યસ્થીકરણ સંદર્ભે કોઈપણ પ્રશ્ન હોય તો નજીકની તાલુકા કાનૂની સેવા સમિતિ અથવા મધ્યસ્થીકરણ કેન્દ્ર, ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા, વાલીયા, આમોદ તથા વાગરાનો સંપર્ક કરવો. વધુ જાણકારી માટે પક્ષકારો નાલસાના ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર પણ કોલ કરી શકશે. જે સચીવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભરૂચની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

પાલેજ ના આબલી સ્ટેન્ડ નજીક ત્રણ જેટલી દુકાનો માં તસ્કરોએ ત્રાટકી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો..જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી…!!!

ProudOfGujarat

અંકલેશ્વર : આજે શીતળા સાતમ : મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કરી પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની કામના કરી.

ProudOfGujarat

फ़िल्म “गोल्ड” का नवीनतम पोस्टर हुआ रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!