Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરુચ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, વાસ્મો ભરુચની બેઠક યોજાઈ

Share

 

ભરૂચ

Advertisement

 

ભરુચ  જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, વાસ્મોની કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા તથા સમિક્ષા કરવામાં આવી હતી.

             બેઠકની શરૂઆતમાં તા. ૨૨/૧૨/૨૦૨૫ ના રોજ મળેલ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકની કાર્યવાહી નોંધનું વંચાણ કરીને બહાલી આપવામાં આવી હતી.

           “જલ જીવન મિશન નલ સે જલ” અને “ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેકટીવીટી ઇન જનરલ કાર્યક્રમ” અંતર્ગત પ્રગતિ હેઠળની યોજનાકીય કામગીરીની સમિક્ષા કરવામાં આવી અને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

        પાણી પુરવઠા યોજનાઓના બાકી ઓડીટ ની સમીક્ષા અને ત્યારબાદ ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત તથા નિભાવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મારફત હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

            બેઠકમાં ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોને હેડ વર્ક્સ ખાતે તાલીમ આપવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ૦ થી ૩૦ ટકા પાણી વેરા વસુલાત ધરાવતાં ગામોની સમિક્ષા કરી વેરા વસુલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

            પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓની સમિક્ષા તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરીયાદો અને તેના નિવારણ અંગેની વિગતો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જીલ્લામાં ઓપરેટરની નિમણુક, ઓપરેટરના માનદવેતન, ઓપરેટર એપ લોગીન અને પાણી પુરવઠા યોજનામાં ઓપરેટરની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

        આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) ફેઝ–૨ના સુચારૂ અમલીકરણ માટેની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી અને ‘જલ અર્પણ દિવસ’ માટે ગામો નક્કી કરવા અંગે પણ નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

                 બેઠકના અંતે કલેક્ટરએ પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓને વધુ અસરકારક બનાવવા તમામ સંબંધિત વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી.


Share

Related posts

માંગરોળ તાલુકાના આમનડેરા ગામના ખેડુત રાજેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રાકૃતિક ખેતી અપનાવી થયા સમૃધ્ધઃ

ProudOfGujarat

પંચમહાલમાં લોકડાઉનનાં માહોલમાં વીજ પુરવઠો વધઘટની સમસ્યાથી જનતા હેરાન પરેશાન.

ProudOfGujarat

મહિસાગર વનવિભાગ દ્વારા સાસણગીરથી મગાવેલા પાંજરાની શુ છે સત્ય હકિકત.! જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!