Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે જ્યારે તાલુકા કક્ષાએ તા.૨૨/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે

Share

 

પ્રશ્નો માટેની અરજી તા.૧૦/ ૦૨ /૨૦૨૬ સુધી કરી શકાશે

Advertisement

 

ભરૂચ

જાન્યુઆરી-૨૦૨૬ના માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભરૂચ ખાતે યોજવામાં આવનાર છે. જ્યારે તાલુકા કક્ષાએ તા. ૨૨/૦૨/૨૦૨૬ના રોજ યોજાનાર છે.

આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં ૨જાના દિવસો સિવાય કલેકટર કચેરી, ભરૂચ ખાતે સ્વીકારવામાં આવશે.

આ કાર્યક્રમના ભાગરૂપે ૨૫મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેકટર વાલીયા તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી આમોદ તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ (ગ્રામ્ય) તાલુકાની મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં અંકલેશ્વર તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ, હાંસોટ તાલુકામાં નાયબ કલેકટર અંકલેશ્વર, ઝઘડીયા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ, નેત્રંગ તાલુકામાં નાયબ કલેકટર ઝઘડિયા, જંબુસર તાલુકામાં નાયબ કલેકટર જંબુસર, ભરૂચ (શહેર) તાલુકામાં નાયબ કલેકટર ભરૂચ, વાગરા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) તાલુકાની મામલતદાર કચેરીઓમાં હાજર રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા કલેકટર, ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ભીલવાડા ગામે જુગાર ઝડપાયો, એક ઇસમ પકડાયો સાત નાશી છુટયા.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું જીઈબી કચેરી પર હલ્લાબોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!